GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં મેદસ્વિતા નિવારણ માટે ૪ કેન્દ્રો ખાતે યોજાનારા યોગ કેમ્પ

તા.૧૯/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

૨ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી કેમ્પ દરમિયાન યોગ અભિયાન, આયુર્વેદિક પીણું અને યોગ્ય ડાયેટ સાથે અસરકારક રીતે વજન નિયંત્રણ અંગેનું માર્ગદર્શન અપાશે

Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં મેદસ્વિતા નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોમાં વધતી જતી મેદસ્વિતાની સમસ્યાને દૂર કરી નાગરિકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રોત્સાહન આપવાનો છે.

આ મેદસ્વિતા નિવારણ કેમ્પ તા. ૨ જાન્યુઆરી ૨૦૨૬ થી ૧ ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૪ કેન્દ્રો પર યોજાશે.

સિનિયર યોગ કોચ પારૂલ દેસાઈના માર્ગદર્શનમાં સાંજે 4:30 થી 6:00 વાગ્યા સુધી સરદાર ભવન, સરદાર સ્મારક (જી. શેઠ લાઈબ્રેરી), કિસાનપરા ચોક, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે જેમાં ભાગ લેવા માટે મોબાઈલ નં 94295 02180 પર સંપર્ક કરવાનો રહેશે.

સિનિયર યોગ કોચ રૂપલ ચગના માર્ગદર્શનમાં સવારે 10:00 કલાકે, ગુલમહોર પાર્ક રેસિડેન્સી, ગાર્ડન પેરેડાઈઝ હોલ, સાધુ વાસવાની રોડ, રાજકોટ ખાતે યોજાશે જેમાં ભાગ લેવા માટે મોબાઈલ નં 84600 10160 પર સંપર્ક કરવાનો રહેશે.

યોગ કોચ સતાણી મનીષાના માર્ગદર્શનમાં બપોરે 3:00 કલાકે, સ્થળ: રામધણની પાછળ, ઈન્ડોર સ્ટેડિયમ, મવડી, રાજકોટ ખાતે યોજાનારા કેમ્પમાં ભાગ લેવા માટે મોબાઈલ નં 63512 77762 પર સંપર્ક કરવાનો રહેશે. તેમજ શ્રદ્ધા ગાર્ડન, પંચશીલ સોસાયટી, ગુરુ પ્રસાદ ચોક, રાજકોટ વિસ્તારમાં યોજાનાર મેદસ્વીતા નિવારણ કેમ્પમાં ભાગ લેવા માટે મોબાઈલ નં 63512 77762 પર સંપર્ક કરવાનો રહેશે.

સંપર્ક કર્યા બાદ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓને નામ નોંધાવવા માટે Google Form મોકલી આપવામાં આવશે. કેમ્પ દરમિયાન ભાગ લેનાર યોગ અભ્યાસુઓને દરરોજ આયુર્વેદિક પીણું, વ્યક્તિગત ડાયેટ પ્લાન, તેમજ નિયમિત વિવિધ નિદાન દ્વારા શરીરનું વજન સપ્રમાણ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન તથા આરોગ્યદાયક જીવનશૈલી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!