GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં યોગ સાધકો ઉત્સાહભેર જોડાયા

તા.૨૯/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૩૧ ઓક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી – રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજરોજ તા. ૨૯ના ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત ઝોન કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, વેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી ગીતાબેન સોજીત્રા, ઇસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી મીતાબેન તેરૈયા, સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટરશ્રી શૈલેષભાઈ ટાંક, કોચ, ટ્રેનર અને સાધકો મળીને ૧૫૦થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતાં. તેમજ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને બંધુત્વની ભાવનાને વિકસાવવાનો સંકલ્પ લીધો હતો.



