Rajkot: નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

તા.૧૭/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મેયર, ધારાસભ્યો, સંસદ સભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખના વિવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીની સૂચના
Rajkot: રાજકોટ જિલ્લાની નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ ઉપસ્થિતોને આવકારીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠકમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, સંસદસભ્યશ્રી રામભાઇ મોકરીયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોના હેકર્સ ઝોન અને સર્વિસ રોડ, આજી રીવર ફ્રન્ટ, એઈમ્સ, રાજકોટ અમદાવાદ હાઇવેની કામગીરી, વાહનોની અનધિકૃત હાઈ વોલ્ટેજ લાઈટસ, અટલ સરોવરમાં બોટીંગ અને રાઈડઝ શરૂ કરવા, જયુબિલી ગાર્ડન રી-ડેવલપમેન્ટ, વોટસન મ્યુઝિયમ અને શ્રી અરવિંદ મણિયાર હોલના રીનોવેશન, વગેરે બાબતો અંગે આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ રજૂઆત કરી હતી,જે અંગે સત્વરે કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પોપટપરા નાલામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા, જયુબિલી શાક માર્કેટના નવીનીકરણ, સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ, ઝનાના હોસ્પિટલમાં વરસાદી પાણીની સંગ્રહ વ્યવસ્થા, વગેરે બાબતો પર વિગતવાર વિચારણા થઈ હતી.
જલશક્તિ અભિયાન, વોટરશેડ યોજના, રેઈન વોટર હાર્વેસ્ટીંગ, નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ યોજના, ઈ આધાર કે.વાય.સી. વગેરે અંગે આ બેઠકમાં સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી. તથા આ યોજનાઓના અમલીકરણ બાબતે વિશેષતઃ ગ્રામ્ય વિસ્તારોમાં સત્વરે આયોજન ઘડવા પર કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ભાનુબેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, ડી.સી.પી.શ્રી પુજા યાદવ,
રૂડાના ચેરમેન શ્રી ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, પી.ડી.યુ. હોસ્પિટલના ડીન ડો.મોનાલી માંકડીયા,
પ્રાંત અધિકારીઓ શ્રી ચાંદની પરમાર, શ્રી રાહુલ ગમારા, શ્રી ગ્રીષ્મા રાઠવા, શ્રી વિમલ ચક્રવર્તી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઈલાબેન ગોહિલ, આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કેતન ખપેડ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દિક્ષિત પટેલ, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામકશ્રી આનંદબા ખાચર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દીહોરા સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા




