Rajkot: પોપ્યુલર સ્કૂલ, કસ્તુરબાધામ (ત્રંબા) ને આંગણે એઇમટ્રોન ફાઉન્ડેશન (USA) દ્વારા રક્તદાન કેમ્પ, આંખ નિદાન કેમ્પ તથા હેલ્થ ચેકઅપ (હિમોગ્લોબિન) કેમ્પ યોજાયો.
તા.૨૬/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પોપ્યુલર સ્કૂલ, કસ્તુરબાધામ (ત્રંબા) ને આંગણે તા. 23/10/2024 ને બુધવાર ના રોજ એઇમટ્રોન ફાઉન્ડેશન (USA) દ્વારા રક્તદાન કેમ્પ, આંખ નિદાન કેમ્પ તથા હેલ્થ ચેકઅપ (હિમોગ્લોબિન) કેમ્પ યોજાયો. આ કેમ્પનું ઉદઘાટન (દીપ પ્રાગટ્ય) માનનીય શ્રી પ્રવિણાબેન રંગાણી (પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, રાજકોટ) તેમજ મુકેશભાઈ વસાણી (ચેરમેનશ્રી એઇમટ્રોન ફાઉન્ડેશન, આ સંસ્થાના ચેરમેન શ્રી શર્મિલાબેન બાંભણીયા, લખનભાઈ બાંભણીયા (CTO મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ એન્ડ કોલેજ) ના વરદ હસ્તે થયેલ. આ પ્રસંગે એઇમટ્રોન ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી ભાનુબેન વસાણી, નિષ્ઠાબેન વસાણી, નિશ્ચલભાઈ, સહાના હેગડે, ગોપાલભાઈ શાહ, ચિંતનભાઈ જોશી, નિતાબેન સાયંજા તેમજ ત્રંબા ગામના સરપંચશ્રી તથા આજુબાજુના 15 થી 20 ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, ડોક્ટર શ્રીઓ વગેરે ઉપસ્થિત રહેલ.
આ રક્તદાન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી, રાજકોટના ડૉક્ટર શ્રી ભરતભાઈ અગ્રવાલની ટીમ દ્વારા 50 બોટલ રક્ત એકત્ર થયેલ જે ખુબજ આવકારદાયક બાબત છે. સાથે સાથે આંખ તપાસ કેમ્પમાં રણછોડદાસ બાપુ સેવા આશ્રમ રાજકોટના ડૉક્ટર અલ્કેશ ખેરડીયાની ટીમ દ્વારા 264 દર્દીની આંખ તપાસ તેમજ 5 દર્દીના મોતિયાની સારવાર સંદર્ભે રણછોડબાપુ સેવા આશ્રમમાં ફ્રી ઓપરેશન માટે ભલામણ કરેલ જે ખુબજ સરાહનિય બાબત છે. સાથે સાથે સમાજ સ્વસ્થ બને તે હેતુથી બી.ટી. સવાણી હોસ્પિટલ, રાજકોટ તથા કુંડારિયા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા 278 દીકરીઓના હિમોગ્લોબિન ચેકઅપ કરી એનીમિયા રોગ વિષે જાગૃત કરેલ ઉપરાંત પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓનું પણ હિમોગ્લોબિન ચેકઅપ કરી ફ્રી માં મેડિશિન આપેલ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન અને આંખના નિદાન ને લગતા નાટકો પ્રદર્શિત કરી ઓડિયન્સ ને પ્રભાવિત કરેલ. જે ખૂબ જ ગૌરવની બાબત છે. આ ત્રિવિધ કેમ્પમાં ત્રાંબાની આસપાસના લગભગ 15 થી 20 ગામના બહોળી સંખ્યાના લોકોએ લાભ લીધેલ છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં પોપ્યુલર સ્કૂલના વર્ષ 2023-24 અંતર્ગત અભ્યાસ કરતાં lkg થી ધોરણ 12 સુધીના 1 થી 3 નંબર મેળવેલા તેજસ્વી તારલાઓ, તેમજ જવાહર નવોદય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તથા પોપ્યુલર ડિફેન્સ એકેડેમીમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ/ મોમેન્ટ એઇમટ્રોન ફાઉન્ડેશનના ચેરમેન શ્રી મુકેશભાઈ વસાણી તથા પ્રવિણાબેન રંગાણીના વરદ્દ હરસ્તે સન્માન કરેલ, સાથે સાથે ઉક્ત બંને મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ ભાબતે પ્રસંગોચિત્ત ઉદબોધન પુરું પાડી પ્રોત્સાહન કરેલ. આ કાર્યક્રમ માં સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી રમેશભાઈ પાડવી, HOD રાજભાઈ વાઘેલા, HOD મિલનભાઈ તોગડિયા તેમજ પોપ્યુલર ડિફેન્સ એકેડેમી ના હેડ રાજેશભાઈ અણદાણી તથા સંસ્થાનો સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહેલ, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર મગનભાઈ પણસારાએ સફળ સંચાલન પૂરું પડેલ.