GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ૧૮૧ અભયમની મહિલા કર્મીઓએ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કર્યું

તા.૬/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મહિલાઓને સુરક્ષાનું અભય વરદાન આપતી રાજ્ય સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર્યાવરણ પ્રત્યે પણ સમાજમાં સંવેદના પ્રગટાવી રહી છે. ૦૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વિશ્વભરમાં ચિત્ર સ્પર્ધા, સ્વચ્છતા ઝુંબેશ, પ્લાસ્ટિક એકત્રીકરણ ઘન કચરાનાં વિઘટન, જૂથ ચર્ચા સહિત વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ અભયમ ટીમે પણ રાજકોટ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવા સમૂહ વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરો, કોન્સ્ટેબલશ્રીઓ, ડ્રાઈવરશ્રીઓ અને અન્ય કર્મીઓ દ્વારા સંસ્થાના પ્રાંગણમાં વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવા સંદેશ આપવામાં આવ્યો હતો.






