JETPURRAJKOT

“એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ અંતર્ગત રાજકોટના જયુબિલી બાગમાં પ્રકૃતિના ખોળે યોગમય બનતાં સાધકો

તા.૨૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વોટસન મ્યુઝીયમ દ્વારા યોગ શિબિર યોજી ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ શહેરમાં આવેલા જયુબિલી બાગ ખાતે ઐતિહાસિક બેન્ડસ્ટેન્ડ નજીક વોટસન મ્યુઝીયમ આયોજિત યોગ શિબિરમાં પ્રકૃતિના ખોળે શાંત અને મનોરમ્ય વાતાવરણમાં સાધકો યોગમય બન્યા હતાં.

ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા સંચાલિત વોટસન મ્યુઝિયમ, રાજકોટ દ્વારા ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજના માર્ગદર્શન હેઠળ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કોમન યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ હતી, જેમાં મહાત્મા ગાંધી શાળાના ૮૦ વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૧૦૦ લોકો જોડાયા હતા.

આ યોગ શિબિરનો આરંભ પ્રાર્થનાથી કરાયો હતો. આ શિબિરમાં ઉપસ્થિતોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચશ્રી મીતાબેન તેરૈયા અને તેમની ટીમના યોગ ટ્રેનર્સ દ્વારા સૌ પ્રથમ સૂક્ષ્મ વ્યાયામ કરાવ્યા બાદ ત્રિકોણાસન, વૃક્ષાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાનપાદાસન, અર્ધહલાસન સહિતના યોગાસનો કરાવાયા હતાં. ત્યારબાદ પ્રણવનાદ અને ધ્યાનનો સાધકોએ લાભ લીધો હતો. તેમજ યોગ કોચશ્રીએ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતાં ફાયદાની જાણકારી આપી હતી તથા નિયમિત યોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!