રાજ્યપાલે સંતોની પધરામણી કરાવી રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના 50 સંતો હિમાલયના ચારધામની યાત્રાએ

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની સુરત, નવસારી, તરવડા, જસદણ, મોરબી, હૈદરાબાદ વગેરે શાખાઓના 50 સંતો હિમાલયના ચારધામની યાત્રાએ પધાર્યા છે. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે ગોઠવાયેલ આ યાત્રામાં સંતવલ્લભદાસજી સ્વામી તથા નવસારી ધર્મજીવન સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી સ્વામી જગતપાવન દાસજી સ્વામીની નિશ્રામાં સંતો કુરુક્ષેત્ર પધારેલા છે. જેમાં ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સંતોની પધરામણી કરાવવામાં આવી હતી.
પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કૌરવ પાંડવોની યુદ્ધ ભૂમિમાં પાંડવપક્ષે 7 અક્ષોહિણી સેના એટલે કે, 15,30,900 યોદ્ધાઓ, જ્યારે કૌરવ પક્ષે- 11 અક્ષોહિણી સેના એટલે કે 24,05,700નું દળ હતું. છતાં ભગવાન શ્રીકૃષ્ણના સહારે પાંચ પાંડવોએ 100 કૌરવો સામે ગૌરવ મેળવ્યો હતો. પાંડવોના વિજયની યશગાથા ગાતી આ ભૂમિમાં સંતોએ દર્શન કર્યા અને ગીતાના શ્લોકોનું ગાન કરી ધન્યતા અનુભવી હતી.
રાજ્યપાલે સંતોની પધરામણી કરાવી:રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના 50 સંતો હિમાલયના ચારધામની યાત્રાએ

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની સુરત, નવસારી, તરવડા, જસદણ, મોરબી, હૈદરાબાદ વગેરે શાખાઓના 50 સંતો હિમાલયના ચારધામની યાત્રાએ પધાર્યા છે. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે ગોઠવાયેલ આ યાત્રામાં સંતવલ્લભદાસજી સ્વામી તથા નવસારી ધર્મજીવન સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી સ્વામી જગતપાવન દાસજી સ્વામીની નિશ્રામાં સંતો કુરુક્ષેત્ર પધારેલા છે. જેમાં ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સંતોની પધરામણી કરાવવામાં આવી હતી.

પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કૌરવ પાંડવોની યુદ્ધ ભૂમિમાં પાંડવપક્ષે 7 અક્ષોહિણી સેના એટલે કે, 15,30,900 યોદ્ધાઓ, જ્યારે કૌરવ પક્ષે- 11 અક્ષોહિણી સેના એટલે કે 24,05,700નું દળ હતું. છતાં ભગવાન શ્રીકૃષ્ણના સહારે પાંચ પાંડવોએ 100 કૌરવો સામે ગૌરવ મેળવ્યો હતો. પાંડવોના વિજયની યશગાથા ગાતી આ ભૂમિમાં સંતોએ દર્શન કર્યા અને ગીતાના શ્લોકોનું ગાન કરી ધન્યતા અનુભવી હતી.

તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની જન્મ અને કર્મભૂમિ કુરૂક્ષેત્ર છે. તેઓ અહીં કુરુક્ષેત્ર ગુરુકુલ ચલાવે છે. 1500 ઉપરાંત બાળ બાલિકાઓને નિઃશુલ્ક અભ્યાસ કરાવે છે. ભારતીય વૈદિક સંસ્કૃતિ સાથે અહીંના બાળકોને દેશ ભક્તિ અને શહીદોના પાઠો ભણાવાય છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દર વર્ષે 20 બાળકો દેશની રક્ષાકાજે આર્મીમાં જોડાય છે. કૃષિ સાથે સંસ્કૃતિને ઉજાગર કરતા આ ગુરુકુલમાં રાજ્યપાલે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંતોની પધરામણી કરાવી હતી. સંતો સાથે જાતે જ વિચરીને 180 એકરમાં થતી પ્રાકૃતિક ખેતી તેમજ વિદ્યાધ્યયન, રીચર્સ સેન્ટર વગેરે પરિસર બતાવ્યું હતું.
તેઓએ કુરુક્ષેત્ર ગુરુકુલ અને તેના સેવા કાર્યોની માહિતી આપી હતી. તેઓના માર્ગદર્શન અનુસાર બીજા 5 ગુરુકુલો હરિયાણામાં ચાલે છે. રાજ્યપાલના આગ્રહથી કુરુક્ષેત્ર ગુરૂકુલમાં સંતોએ જાતે જ ભગવાનના થાળ બનાવી ભોજન પ્રસાદ લીધો હતો.