LODHIKARAJKOT

લોધિકા તાલુકાની ખીરસરા, મેટોડા અને રાતૈયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રવેશોત્સવ દ્વારા ગામમાં ઉત્સાહનો માહોલ ઊભો થાય છે અને ગ્રામજનો પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત થાય છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પડતી તકલીફો દૂર કરવા રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ રહે છે. સરકાર દ્વારા મેડિકલ, એન્જિનીયરિંગ જેવા અનેક ક્ષેત્રોમાં શિક્ષણ માટે ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. તેમજ છેવાડાના ગામોમાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સરકાર પ્રયાસરત રહે છે.

આ પ્રસંગે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ખીરસરા નવી પ્રાથમિક શાળા ખાતે અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ખીરસરા નવી પ્રાથમિક શાળા તથા શ્રી ખીરસરા તાલુકા શાળાના આંગણવાડી, બાલવાટિકા અને ધો. ૧ માં કુલ ૬૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ તકે દૂરના વિસ્તારોમાંથી આવતા બાળકોને પરિવહન સુવિધા શરુ કરવા મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું ઉત્સાહભેર સંચાલન શાળાના કુમાર અને કન્યાએ કર્યું હતું.

આ પ્રસંગે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગના અંડર સેક્રેટરીશ્રી એસ. જે. પરમાર, પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરા, લોધિકા તાલુકાના મામલતદારશ્રી વસોયા, બી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી દર્શનભાઈ જોશી, સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી હસ્મિતાબેન, બી.આર.પી. શ્રી પ્રવિણભાઈ ડોડીયા, સામાજિક અગ્રણીશ્રીઓ દિલીપભાઈ કુંગશીયા અને મુકેશભાઈ મકવાણા સહીત બહોળી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!