JETPURRAJKOT

રાજકોટની વી.વી.પી એન્જિનિયરીંગ કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્મ યોજાયો

તા.૧૪ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લેતા વિદ્યાર્થીઓ

“નિયમોનુસાર વાહન ચલાવીને જવાબદાર નાગરીક બનીએ” RTO અધિકારીશ્રી કેતનસિંહ ખપેડ

રાજકોટની યુવા પેઢી ટ્રાફિકના નિયમોથી અવગત બની જવાબદાર નાગરિક તરીકેની ભુમિકા અદા કરી શકે, તે હેતુસર રાજકોટની વી.વી.પી એન્જિનિયરીંગ કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં આર.ટી.ઓ અધિકારીશ્રી કેતનસિંહ ખપેડ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક સમસ્યા અને નિવારણ, રોડ અકસ્માત થતા અટકાવવા માટે ટ્રાફિક નિયમોની અગત્યતા વગેરે વિશે સમજ આપવામાં આવી હતી. તેમજ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમ થકી અકસ્માત નિવારવા અંગેના સુચનો અને પગલાંઓ અંગે સંબંધિત અધિકારીઓને સૂચિત કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન ચલાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ તકે ટ્રાફિક વિભાગના ડી.સી.પી. શ્રી પુજા યાદવ, જે.બી.ગઢવી અને રીટાયર્ડ સી.ઈ.ઓ. રોડ સેફ્ટી શ્રી જે.વી.શાહે રોડ સેફટી અને ટ્રાફિક સંદર્ભે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!