BANASKANTHAPALANPUR

આર. આર. મહેતા કૉલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઑફ કોમર્સ માં પર્યાવરણ સરંક્ષણ સુવિચાર સ્પર્ધા નું આયોજન કરાયું

બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કૉલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઑફ કોમર્સમાં ગ્રીન ઓડિટ કમિટી તથા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ સંબંધી સુવિચાર સ્પર્ધાનું આયોજન કરાયું. જેમાં છેલ્લા ૧૫ દિવસમાં સાયન્સ અને કોમર્સના મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં વિધ્યાર્થીઓએ વૃક્ષો, પાણી, વસુંધરા, દરિયાઈ નિવસન તંત્ર, વન્યસૃષ્ટિ સંરક્ષણ અંગે વૈજ્ઞાનિક પોસ્ટર્ટ્સ વિવિધ સુવિચાર સાથે સ્કેચ તથા ચિત્રની સાથે જમાં કરાવેલ. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિધાર્થીઓ પર્યાવરણ સંરક્ષણ અંગે વિચારે તેમના માં રહેલી કળાનો વિકાસ થાય તે હતો. સમગ્ર સ્પર્ધા દરમ્યાન આવેલ પોસ્ટરનુ નિર્ણાયક તરીકે મૂલ્યાંકન કોમર્સ વિભાગ ના પ્રાધ્યાપક એસ. એન. જયસ્વાલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું જેમાં વિધ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા. સ્પર્ધા બાદ દરેક પોસ્ટરને લેમીનેટેડ સ્વરૂપે કેમ્પસમાં વિવિધ સ્થાન પર લગાવાયા જેથી બીજા વિધ્યાર્થીઓ તથા મુલાકાતીઓ પણ પર્યાવરણ સંરક્ષણ વિષે જાગૃત થઈ શકે. આ પોસ્ટ્સના એકત્રીકરણ તથા કેમ્પસ માં લગાવવામાં શ્રી વિક્રમભાઈ પ્રજાપતિ, કું. અંકિતા કુગશિયા, કું. અમી પ્રજાપતિ, કું. અનીતા ચૌધરીનો સવિશેષ સહયોગ રહ્યો. સમગ્ર સ્પર્ધાનું આયોજન ડૉ. વાય. બી. ડબગરના માર્ગદર્શન હેઠળ ડૉ. મુકેશ પટેલ, ડૉ. સુરેશ પ્રજાપતિ, ડૉ. જે. એન. પટેલ, ડૉ. ધ્રુવ પંડ્યા તથા ડૉ. હરેશ ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!