GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મયુરબ્રિજના ફૂટપાથ ઉપર પર જોખમી સ્ટંટ કરનાર ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના મયુરબ્રિજના ફૂટપાથ ઉપર પર જોખમી સ્ટંટ કરનાર ઈસમ ઝડપાયો
મોરબીના મયુરબ્રિજના ફુટપાથ ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવાનને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતી ટ્રાફિક પોલીસ
મોરબીમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમા મયુરબ્રિજના ફુટપાથ ઉપર એક શખ્સ પોતાનું નંબર પ્લેટ વગરનું બાઇક ફુટપાથ ઉપર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે તુરંત હરકતમાં આવી આ બાઈકના નંબર-GJ-36-AD-5108 ના ચાલક કિરીટ બાબુભાઇ અગેચણીયા ઉ.વ.૨૪ રહે. વીસીપરા, અંગેચણીયા વાડી વિસ્તાર, અમરેલી રોડ, મોરબી-02 વાળાને શોધી કાઢ્યા બાદ તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં આ શખ્સ સામે અગાઉ પ્રોહીબિશન અને જુગાર સહિતના 6 કેસો નોંધાયેલ હોવાનું પણ ખુલ્યું છે







