RAJKOTRAJKOT CITY / TALUKO

ફરી ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ તસવીરોથી હોબાળો

ભાજપ રાજકોટના વોર્ડ નં.4ના બૂથ નં.56ના વોટ્સએપ ગ્રૂપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. આ ગ્રૂપમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને ટપોટપ ગ્રૂપ લેફ્ટ કરી દીધું હતું. આ ઘટનાને લઇને રાજકોટ શહેર ભાજપ પ્રમુખે સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની બાંહેધરી આપી છે.

ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મોટા-મોટા નેતાઓ તમામ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. જેને લીધે પક્ષને ફાયદો પણ થાય છે, પરંતુ કેટલીક એક ભૂલ ભારે પડી જતી હોય છે. આવી ઘટના રાજકોટ શહેરમાં સર્જાઇ છે. જેમાં ભાજપ રાજકોટના વોર્ડ નં.4ના બૂથ નં.56ના વોટ્સએપ ગ્રૂપમાં મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકર્તાએ એક પછી એક 6 જેટલા અશ્લિલ ફોટા શેર કર્યા હતા. જેના લીધે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કારણ કે આ ગ્રૂપમાં 200 થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે. જેમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ સામેલ છે.

મનીષ પરસાણા દ્વારા ગ્રૂપમાં અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં વોટ્સએપ ગ્રૂપમાં સન્નાટો છવાઇ ગયો હતો. આ ગ્રૂપમાં એડ મહિલાઓ ક્ષોભનીય સ્થિતિમાં મુકાઇ હતી અને મહિલા મેયર નયનાબેન પેઢડિયા સહિત અને મહિલા કાર્યકર્તાઓએ ટપોટપ ગ્રૂપ લેફ્ટ કરી દીધું છે. આ સમગ્ર મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચી આ મામલે તપાસ કરવાની જવાદારી વોર્ડના આગેવાનોને સોંપવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!