GONDALRAJKOT

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં બિપરજોય વાવાઝોડાથી બચવા માટેની અંદાજિત ૨૩૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આપત્તિ વ્યવસ્થાપનને ધ્યાને રાખીને પ્રાંત અધિકારી શ્રી રાજેશ આલ અને તેમની ટીમ દ્વારા આરાપુરા હોલ તથા બાલાશ્રમ હોલ ખાતે ૨૫૦ માણસો રહી શકે તેવું વિશાળ શેલ્ટર હોમ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં ૨૩૦ લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. જેમાં ફૂડ પેકેટ્સ, પીવાના પાણીની વ્યવસ્થા, ગાદલા- ઓશીકાની વ્યવસ્થા તથા રાત્રે ઓઢવા માટે ધાબળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂરી દવાઓ અને મેડિકલ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!