ભાજપમાં વધુ એક પત્ર વાયરલ થયો, આગેવાન ખનીજ માાફિયાઓનો ભાગીદાર હોવાનો પત્રમાં ઉલ્લેખ

ધીમે ધીમે ભાજપમાં અંદરો અંદર ચાલી રહેલ ખટરાગ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. ભાજપમાં રૂપિયાથી ટિકિટ વેચાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગંભીર આરોપ સાથે રાજકોટ જીલ્લા ભાજપમાં પત્ર વાયરલ થયો હતો. જીલ્લા ભાજપ મહામંત્રી રવિ માંકડિયા વિરૂદ્ધ પત્ર વાયરલ થયો હતો. પત્રમાં ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં રૂપિયાથી ટિકિટો મેળવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ભાજપનાં હોદ્દેદારોએ રૂપિયાથી ટિકિટ ખરીદીને ચૂંટણી લડી છે. રવિ માંડકિયા ખનીજ માાફિયાઓનો ભાગીદાર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ દારૂનો ધંધો કરનારને પોલીસનાં હપ્તા બંધાવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પત્ર વાયરલ થતા પોલીસ ભાજપ આગેવાનનાં ઘરે પહોંચી હતી. અશોક લાડાણી સહિત નેતાઓને પોલીસે ટોર્ચર કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તેમજ અશોક લાડાણીનાં ઘરે પોલીસ પહોંચી હોવાનાં સીસીટીવી પણ સામે આવ્યા છે. ભાજપમાં એક પછી એક જૂથવાદ સામે આવી રહ્યો છે.
આ બાબતે ભાજપનાં આગેવાન જણાવ્યું હતું કે, મોબાઈલમાં એક લેટર આવેલ જે મે મારા મિત્રને મોકલ્યો હતો. જે બાદ મને જાણ કર્યા વગર પોલીસ મારી ઉલટ તપાસ કરવા માટે પોલીસ મારા ઘરે પહોંચી હતી. જે બાદ મને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. અને માનસિક ટોર્ચર કર્યો હતો. ઉપલેટા અને રાજકોટનાં કહેવાતા આગેવાનોનાં કહેવાથી મને બઉ હેરાન અને પરેશાન કર્યો છે. જે બાદ પોલીસ દ્વારા અમને આશ્વાસન આપ્યું હતું. આની તપાસ પૂર્ણ કરશું. પરંતું મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ, લખીરાજ બાપુ આ તમામ મિત્રોનું નિવેદન લેવામાં આવ્યું છે. આજે સાત દિવસ પૂરા થવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી. ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે.





