RAJKOTRAJKOT CITY / TALUKO

દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ગુજરાતના સ્પર્ધકોએ કર્યું શાનદાર પ્રદર્શન

રાજકોટ : વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ના રાષ્ટ્રીય યુવા ઉત્સવનું તારીખ 9 થી 12 જાન્યુઆરી સુધી દિલ્હી ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના લોકનૃત્યની કૃતિએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ડિઝાઇન ફોર ભારતમાં ગુજરાતના અંજલાબેન એ સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
ગુજરાતના નવ દ્રષ્ટિ પ્રોજેક્ટે પણ પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાંથી શુભ્રા ચોબેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમજ યશ્વી પરમાર દ્વારા તૈયાર કરેલ પેઇન્ટિંગે ટોપ 20માં સ્થાન લીધું અને યુનિયન મિનિસ્ટર રક્ષા ખડશેનું પેઇન્ટિંગ આપીને સન્માન કર્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતના પાર્થ મોરડીયા પણ વિવિધ મંત્રીઓ સામે પોતાનું પ્રેશનટેશન આપવા માટે પસંદગી પામ્યા હતા. આમ ગુજરાત ટીમ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને સમગ્ર દેશમાં પોતાની છાપ ઉભી કરે છે. ત્યારે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત દ્વારા તેમજ ડેલિગેટ ટીમને લીડ કરનારા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ સત્યજીત વ્યાસ, નિરતીબેન અંતાણી, અમન કુરેશી, સૌરભ રાણા અને જસવંતીબેન દ્વારા સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

Back to top button
error: Content is protected !!