NANDODNARMADA

આમલેથા પાસે ઉમરવા ગામની સીમમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો : એલસીબી નર્મદાએ આરોપીને ઝડપી લીધો

આમલેથા પાસે ઉમરવા ગામની સીમમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો : એલસીબી નર્મદાએ આરોપીને ઝડપી લીધો

બાજુના ખેતરમાં મજૂર તરીકે કામ કરતા ઈસમે મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામની સીમમાંથી એક મહિલાની હત્યાકરી ખેતરમા ફેંકી દેવાયેલ લાશ મળી આવી હતી મરણ જનાર સુમિત્રાબેન શાંતીલાલભાઇ વસાવા બકરા ચરાવવા માટે ઉંમરવા ગામની સીમ તરફ ગયેલા અને બકરા બપોરના બે એક વાગ્યાના અરસામાં આવી ગયેલા પરંતુ ઘણો સમય થતાં માતા ઘરે નહિ આવતા પરીવારજનો શોધવા નીકળ્યા હતા, ત્યારબાદ શોધખોળ કરતા રાતના આઠેક વાગ્યાના અરસામાં ઉમરવા ગામની સીમમાં આવેલ ખેતરમાં સુમિત્રાબેનનો મૃત દેહ મળી આવ્યો હતો ત્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી

જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ઘટના મામલે તપાસમાં હતા ત્યારે બાતમીદાર તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરતાં દરમ્યાન માહીતી મળેલ કે, બનાવવાળી જગ્યાએથી બાજુના ખેતરમાં મજુર તરીકે રહેતો શનુભાઇ ભયજીભાઇ વસાવાનાએ આ ખુન કરેલ હોવાની શક્યતા હોય જેથી શકદારને ગુના બાબતે ધનિષ્ઠ પુછપરછ કરતા સદર આધેડ મહિલાનું ખુન તેણે કરેલ હોવાની કબુલાત કરતાં અનડીટેક્ટ મર્ડર ડીટેક્ટ કરી આરોપી શનુભાઇ ભયજીભાઇ વસાવા રહે. ઝરોઇ તા.ઝગડીયા જી.ભરૂચનાને હસ્તગત કરી આગળની તપાસ આમલેથા પો.સ્ટે.માં સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!