MORBIMORBI CITY / TALUKO

સંજોગોવશ રજીસ્ટર્ડ લગ્ન કરનાર યુગલો માટે મોરબીમાં યોજાશે “શાસ્ત્રોકત સાત ફેરા”

સંજોગોવશ રજીસ્ટર્ડ લગ્ન કરનાર યુગલો માટે મોરબીમાં યોજાશે “શાસ્ત્રોકત સાત ફેરા”

જેમ જેમ આધુનિક યુગ તરફ માનવીઓ એ આંધળી દોટ મૂકી રહ્યા છે તેમ તેમ તેના માઠા પરિણામો પણ ભોગવી રહ્યા છે આજ કાલના યુવાનો ટી.વી. અને સોસીયલ મીડિયા ના માધ્યમો થી વેસ્ટર્ન કલ્ચર તરફ દોટ મૂકી રહ્યા છે જેના કારણે પ્રેમ લગ્નો માં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે છુટ્ટા છેડાઓ માં પણ વધારો થઈ રહ્યો છે. છુટ્ટા છેડાઓ નું મુખ્ય કારણ આમ જોઈએ તો એક બીજાનો થઈ રહેલો એક બીજા પ્રત્યે અણબનાવ છે તેમાં પણ જે યુગલોએ પ્રેમ લગ્ન કર્યા હોય તેવા યુગલો નો છુટા થવાનો રેશોયો વધુ છે જેનું હિન્દૂ ધર્મ મુજબ એક કારણ આપણે એ પણ માની શકીએ જે લગ્ન રીતિ-રિવાજો, સહિત શાસ્ત્રોના પઠન તેમજ માતા-પિતા સાથે સગા સંબંધીઓ ના આશિર્વાદ વગર થયેલ શુભ કાર્યમાં ઉણપ રહી ગયેલ હોય શકે. આજ કાલના યુવાનો રજીસ્ટર્ડ મેરેજ કરી ઘર સંસાર શરૂ કરે છે ત્યારે મુસીબતોનો સામનો કરવો પડે છે. ઘણા યુગલો ના પ્રેમ લગ્ન પછી માતા પિતાઓ તેમની સ્થિતિ ને અંતે સ્વીકારી લે છે પરંતુ લોકો શું કહેશે તેના ડર થી આપણા હિન્દૂ ધર્મ મુજબ લગ્ન કરાવી શકતા નથી જેથી આવા યુગલો અમુક ધાર્મિક કે સારા પ્રસંગોને માણી શકતા નથી જેથી તેના જીવનમાં કઇ ખૂટતું હોવાની ભાવના રહી જાય છે. સપના દરેક કન્યાના હોય શણગાર સજી દુલ્હન બનવાના, સપના દરેક યુવકના પણ હોય ઘોડે ચડવાના પણ સંજોગોવશ તે ના કરી શક્યા હોય અને માત્ર રજીસ્ટર્ડ લગ્ન કર્યા હોય તેવા યુગલોના સપનાઓ પુરા કરવા વાત્સલ્ય ફાઉન્ડેશન-મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “શાસ્ત્રોકત સાત ફેરા” નું આયોજન કરેલ છે. જેમાં રજીસ્ટર્ડ મેરેજ કરેલા યુગલોને પોતાના માતા-પિતાની હાજરીમાં હિન્દૂ ધર્મ મુજબ સાત વચનોના સાત ફેરા ફેરવી તેમની રીતિ રિવાજ મુજબ લગ્ન કરી આપવામાં આવશે. કદાચ ગુજરાતમાં આ આવો પહેલો લગ્નોત્સવ હશે. જેમાં પરિવારના સભ્યો રજીસ્ટર્ડ લગ્ન વાળા યુગલોને હિન્દૂ ધર્મ મુજબ લગ્નો કરવી સાંસારિક જીવન માં સફળ થવાના આશીર્વાદ આપશે.આ લગ્નોત્સવ આગામી જેઠ સુદ આઠમ ને રવિવાર તારીખ ૨૮/૦૫/૨૦૨૩ ના રોજ મોરબી ખાતે યોજાશે, આ લગ્નોત્સવ માં ભાગ લેવા માંગતા યુગલો તારીખ ૦૮/૦૫ ૨૦૨૩ થી ૨૨/૦૫/૨૦૨૩ શુધીમાં “વાત્સલ્ય” પ્રાગટય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહિદાશ પરા મેઈન રોડ, મોરબી ખાતેથી સવારે ૧૦ થી ૧ અને બોપરે ૪ થી ૮ સુધીમાં ફોર્મ મેળવી શક્શે વધુ વિગત માટે ડો. પરેશ પારીઆ-૮૭૩૨૯૧૮૧૮૩ અને ડો. હાર્દિક જેસ્વાણી-૯૨૨૮૮૦૦૧૦૮ નો સંપર્ક કરો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!