RAJKOTUPLETA

આઇ. સી.ડી.એસ. મા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વિરુદ્ધ રજૂઆત કરનાર મુખ્યસેવીકા સામે ગોંડલ સી.ડી.પી.ઓ. દ્વારા તપાસ શરૂ. નિર્દોષ કર્મચારી ના નિવેદન લખાવી ને બલી ના બોકળા બનાવાની તજવીજ !?

૦૪ સપ્ટેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જિલ્લા ના પ્રોગ્રામ ઓફિસર વિરુદ્ધ ઉચ્ચકક્ષાએ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી ભાનુ બેન બાબરીયા સચિવ, નિયામક ને લેખિત ફરિયાદ કરનાર ઉપલેટા તાલુકા ના મુખ્યસેવીકા સામે ગોંડલ તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામા આવી છે.

તપાસ કરતા અધિકારી દ્વારા પ્રથમ બે ગામ ના આંગણવાડી વર્કરો નિવેદનો લઈ અને રેકોર્ડ આધારીત તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ કે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વિરુદ્ધ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી એટલે આ મુખ્યસેવીકા સામે તપાસ આદેશ રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એ કરેલ છે નહીંતર ચાર મહિના પહેલા અવારનવાર રજુઆતો થઈ હોવા છતા તપાસ કરેલ નથી પણ મુખ્યસેવીકા એ ઉચ્ચકક્ષાએ રજુઆતો કરતા રેલો આવતા તપાસ શરૂ કરી?.

આ મુખ્યસેવીકા ની ઉપલેટા તાલુકા માથી બદલી થયા ના ચાર મહિના પછી તપાસ ચાલુ થઈ હોવાથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ઉપલેટા તાલુકાના આઇ. સી.ડી.એસ.સ્ટાફ ના નિવેદન નોંધવામાં આવ્યા હોવાથી અમુક કર્મચારીઓ મા રોષ ફેલાયો છે તેવુ જાણવા મળ્યું છે.

તપાસ આપનાર અધિકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શુ સાબિત કરવા માંગે છે? તપાસ કરતા અધિકારી શુ આ મુખ્યસેવીકા ની કામગીરી બાબતે અજાણ હશે? અગાઉ ની પચાસ થી વધારે પત્રો ની ફાઈલો હોવા છતા ફરીથી તપાસ કરી ને ઉચ્ચકક્ષાએ રજુઆતો કરનાર મુખ્યસેવીકા ના સત્ય અવાજ ને દાબવાનો પ્રયાસ કરી રહ્યા છે?
વધુ વિગતો આવતા સમયે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!