NATIONAL

પત્ની શિક્ષિત અને નોકરી શોધવામાં સક્ષમ હોય તો પતિને નહીં આપવું પડે ભરણપોષણ

દિલ્હીની એક કોર્ટે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત વચગાળાના ભરણપોષણ માટે એક મહિલાની અરજીને એમ કહીને ફગાવી દીધી કે તે ઘણી ભણેલી ગણેલી છે અને તે આવકના સ્ત્રોતને શોધવામાં સક્ષમ છે. એવામાં તેને ભરણપોષણ આપવાના પગલે કામચોરી અને પતિ પરની નિર્ભરતાને પ્રોત્સાહન મળશે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્વયં સિદ્ધ ત્રિપાઠી અધિનિયમ મુજબ 50,000 રૂપિયા દર મહિને ભરણપોષણ પેટે આપવાની માંગ કરતી એક અરજી પર સુનાવણી કરી હતી.

જજે કહ્યું કે અરજદાર પત્ની ખૂબ જ ભણેલી-ગણેલી છે અને પોતાના માટે આવકનો સોર્સ શોધવામાં સક્ષમ છે. આ સંજોગોમાં જો આ અરજીને માન્ય રાખવામાં આવે તો કામચોરીને પ્રોત્સાહન મળશે. આ સિવાય પતિ પરની પત્નીઓની નિર્ભરતાને પણ પ્રોત્સાહન મળશે. કોર્ટે અવલોકન કરતા નોંધ્યું કે હાલ અરજદારની કમાવવાની ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવે તો અરજદાર ભરણપોષણને પાત્ર નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!