KUTCHMUNDRA

અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યુવાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ રોજગારલક્ષી કોર્સીસ દેશભરમાં વિસ્તારવાની યોજના   

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા તા-૦૯ : અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યુવાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ

રોજગારલક્ષી કોર્સીસ દેશભરમાં વિસ્તારવાની યોજના

અદાણી જૂથ દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા તરફ અગ્રેસર છે. તાજેતરમાં યુવાનો માટે કૌશલ્ય અને રોજગારલક્ષી તાલીમ થકી પ્લેસમેન્ટની તકો ઊભી કરતા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. મુંદ્રા-ભુજ ખાતે આયોજીત પાયલોટ પ્રોજેક્ટમાં 150+ યુવાનોને આવરી લેવામાં આવ્યા છે. અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર (ASDC) અને જાણીતી ફૂડ સર્વિસ એન્ડ ફેસીલીટી મેનેજમેન્ટ કંપની સોડેક્ષો ઇન્ડિયા સર્વિસ પ્રાઈવેટ લિમીટેડ વચ્ચે થયેલી સમજૂતિ મુજબ આઠ-સપ્તાહ-લાંબા અભ્યાસક્રમની રચના કરવામાં આવી છે.ASDC અને સોડેક્ષો બંને સંસ્થાઓ પ્રમાણપત્ર સાથે કોર્સ મોડ્યુલ, તાલીમ સહિત આજીવિકાની તકો પ્રદાન કરશે. ASDC યુવાનોની ભરતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પૂરો પાડશે જ્યારે સોડેક્ષો કોર્સ મોડ્યુલ ડેવલપમેન્ટ, કોચ અને ગાઈડ, ઓન જોબ ટ્રેનીંગ અને પ્રમાણપત્ર સાથે તાલીમનું નેતૃત્વ કરશે. તાલીમાર્થી યુવાઓ માટે માર્કેટમાં નોંધપાત્ર ડિમાન્ડ અને ઉદ્યોગોમાં કૌશલ્ય આધારિત કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યા છે, જેમાં ફૂડ એન્ડ બેવરેજ (F&B), ક્લિનિંગ સર્વિસિસ અને જનરલ ડ્યુટી આસિસ્ટન્સ (GDA)નો સમાવેશ થાય છે.   ઉમેદવારોને સોડેક્સો મોડ્યુલ સાથે NSDC NSQF લેવલ 3 અને તેનાથી ઉપર તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીઓને ચાર અઠવાડિયા સુધી નોકરી પરની તાલીમ ફરજિયાત આપવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરમાં ઉપલબ્ધ સોડેક્સો સાઇટ્સ કે કેટેગરીમાં કોઈપણ સંબંધિત ઉદ્યોગમાં ઉમેદવારોને ભરતીની ખાતરી આપે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાઓને કૌશલ્ય વિકાસની સાથે રોજગારીની તકો પૂરી પાડવાનો છે. સૌ પ્રથમ ભૂજ-મુંદ્રામાં પાયલોટની સફળતાના આધારે દેશભરમાં હોસ્પિટાલિટી અને ફેસિલિટી મેનેજમેન્ટ સેવાઓમાં પૂરી પાડવા તેનો વિસ્તાર કરવામાં આવશે. આ ઉપક્રમ દ્વારા અદાણી યુવાનોને રોજગાર કુશળ બનાવવા અને તેમને આજીવિકા સાથે સશક્ત બનાવવાના ઉદ્દેશ્યની પૂર્તિ કરે છે, જ્યારે સોડેક્સોની ટેલેન્ટ પાઇપલાઇનમાં તેનાથી નવી પ્રતિભાઓનો ઉમેરો થશે.ASDCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “આ પરિવર્તનાત્મક પહેલ નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અને સકારાત્મક સામાજિક બદલાવ લાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. બંને સંસ્થાઓ તાલીમાર્થીઓના સકારાત્મક પરિવર્તનના સાક્ષી બનવા ઉત્સાહિત છે. મુંદ્રા અને ભુજમાં આ પહેલની સફળતાના આધારે અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર 2024 સુધીમાં 500+ યુવાનોના કૌશલ્ય વિકસાવવાના લક્ષ્ય સાથે ટાયર-II, ટાયર-III શહેરો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં આવી જ પહેલો શરૂ કરવા માંગે છે.”ASDC કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સામુદાયિક વિકાસની પહેલોમાં ઉત્તમ કામગીરી કરી રહી છે. ભારતમાં 13 રાજ્યોમાં 70 થી વધુ અભ્યાસક્રમો દ્વારા ASDC સક્રિય યોગદાન કરે છે. યુવાનો માટે તે કૌશલ્ય વિકાસ અને અપગ્રેડેશન પ્રોગ્રામ્સ તૈયાર કરી રહી છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!