RAJKOTRAJKOT CITY / TALUKO

પ્રાચીન ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરવામા આવ્યું

ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં

પ્રાચીન ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરવામા આવ્યું.

 

           રાજકોટ મહાનગરપાલિકાનાં ડેપ્યુટી મેયર અને વોર્ડ નં.૦૩ કોર્પોરેટર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં પ્રાચીન ગરબી મંડળમાં માઁ આદ્યશક્તિની ભક્તિ આરાધના કરી દર્શનનો લાભ લીધેલ. તેમજ પ્રાચીન ગરબી મંડળની તમામ બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવેલ. જેમાં માધાપર, રેલનગર, પોપટપરા, સંતોષીનગર, જંકશન, પરસાણાનગર, હંસરાજનગર, બેડીનાકા, મોચી બજાર વિસ્તાર તેમજ ઘંટેશ્વર વિસ્તાર સહિતની અંદાજીત ૧૧૩ પ્રાચીન ગરબી મંડળની ૫૪૫૭ બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવેલ. જે બદલ તમામ ગરબી મંડળના સંચાલકો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ અને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શિક્ષણ સમિતી સભ્ય હિતેશભાઇ રાવલ, પુર્વ કોર્પોરેટર દાનાભાઇ કુંગશીયા, મનોહરસિંહ ગોહિલ, વોર્ડ મહામંત્રી અભયભાઇ નાઢા, હેમંતભાઇ અમૃતીયા, દિપકભાઇ દવે, પ્રફુલભાઇ પટેલ, બળદેવસિંહ ગોહિલ, મહિલા મોરચા પ્રમુખ હિનાબા ગોહિલ, વિલાસબા સોઢા, તૃપ્તીબેન શુકલ, બાબુભાઇ પરેશા, અમુભાઇ રાઠોડ, રણધીરભાઇ સોનારા, મહેન્દ્રસિંહ જાડેજા, હસુભાઇ ગોહિલ, દિલિપભાઇ કુંગશીયા, વોર્ડના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ લત્તાવાસીઓ ઉપસ્થિત રહેલ.

 

Back to top button
error: Content is protected !!