DHORAJIRAJKOT

જામકંડોરણા તાલુકામાં આઇ.સી.ડી.એસ ઘટક દ્વારા પોષણ માસ ઉજવણી કરવામાં આવી રહી છે.

કુલ ૯૨ આંગણવાડી કેન્દ્રો મા સપ્ટેમ્બર માસ દરમ્યાન ઉજવણી કરવામાં આવી રહી છે.

વાત્સલ્યમ્ સમાચાર
જામકંડોરણા

ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિભાગ દ્વારા તારીખ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે જામકંડોરણા ઘટકના રાયડી ગામમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવેલ છે જેમાં અતિ કુપોષિત બાળકોના વાલીને THR વિશે સમજાવેલ, આજે તારીખ ૧૩-૦૯-૨૦૨૪ના રોજ ઉજવણી કરવામાં આવેલ છે જેમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન વાળા મુખ્ય સેવિકા જ્યોત્સનાબેન નેનુજી,માધવીબેન બી. કવિ,વિજયાબેન નંદાણીયા એન.એન.એમ.સ્ટાફ પરમાર નિલેશ વી. પ્રી સ્કૂલ ઇન્ટ્રક્ટર વંદનાબેન વ્યાસ હાજર હતા. રાજ્ય સરકાર તરફ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણમાંહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આઈ.સી.ડી.એસ વિભાગ જામકંડોરણા ઘટક દ્વારા પોષણ માહની ઉજવણીના ભાગરૂપે અતિકુપોષીત બાળકના વાલીની મુલાકાત કરીને THR વિશે માહિતી આપી હતી તેમજ કિશોરીઓને ટી.એચ.આર. અને મિલેટમાંથી વાનગીઓ બનાવી નિર્દેશન કરવામાં આવ્યું અને એનિમિયા વિશે માર્ગદર્શન આપેલ અને મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત સાક્ષર ભારત સશક્ત ભારત સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો સપ્ટેમ્બરમાં દરમિયાન ઉજવણી કરવામાં આવશે.

 

Back to top button
error: Content is protected !!