
તા.૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામના રહેવાસી શ્રી રામજીભાઈ વાઘેલા સરી નામનાં તળાવ પાસેની જમીનમાં ખોદકામ કરતા હોય તે દરમિયાન જસદણ નાનિ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી શર્મા સાથે બોલાચાલી થતા રામજીભાઈએ તારીખ ૩૦-૦૫-૨૦૨૪ ના રોજ દવા પીવાથી મોત નિપજ્યું હતું.
આ બનાવની આજે મંત્રી શ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સ્થળ મુલાકાત લઈ મૃત્યું પામનારના પરિવારજનો પાસેથી વિગતો જાણી પરિવારજનોને આશ્ચાસન અને સાંત્વના પાઠવી હતી.
મંત્રીશ્રીએ આ ઘટનાનો ભોગ બનનારના વારસદારોને મળવાપાત્ર વળતર, પેન્શન વગેરે સત્વરે ચૂકવવા અધિકારીશ્રીઓને સૂચનાઓઆપી હતી.




