તા.૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: અબોલ પશુઓની સારવારની કામગીરી કરવાના અનુસંધાને ડુમિયાણી ગામ ખાતેથી એક સેવાભાવી વ્યક્તિએ ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન ઉપર હોર્ન કેન્સરથી પીડાતા બળદ અંગે જાણકારી આપી હતી. ફોન કોલ મળતાની સાથે જ ૧૯૬૨ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચીને ડો. કાર્તિક શેરઠિયા અને પાઈલટ નૈમિશભાઈ દ્વારા બળદનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને યોગ્ય સારવાર કરીને બળદને પીડામાંથી મુક્ત કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી પરેશભાઈ અને પ્રોજેક્ટ મેનેજર શ્રી પ્રિયાંકભાઈએ ટીમની કામગીરીને બિરદાવી હતી.





