GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

તા. ૧૪ મી ડિસેમ્બરે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા સ્નેહ મિલન-સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે લોકડાયરાનું આયોજન

વાત્સલ્યમ સમાચાર

   નવસારી

સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આદિવાસી સમાજ ભવન પંચવાસી  મહોલ્લો, નવા ભટાર સુરત ખાતે  આગામી તા.૧૪/૧૨/૨૦૨૫ ના રોજ  પ્રથમ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે લોકડાયરાના આયોજન અન્વયે શ્રી કાંતિભાઇ કુનબીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આદિવાસી સમાજના ૧૨ મંડળના પ્રમુખ-મંત્રીશ્રીઓ સાથે આદિવાસી સમાજ સુરત શહેરના હોદ્દેદારોને જવાબદારી સોંપવામા આવી છે.   સમાજ ભવન માટે અગામી દિવસોનો ખૂબ સુવ્યવસ્થિત સ્વરૂપે વહીવટ અને સામાજીક પ્રવ્રુતિ સાથે સમાજ ભવનને એક આખરી ઓપ આપીને આગામી દિવસમાં ચાલુ કરવામાં આવનાર છે. આ સમાજભવન માટે  યોગદાન ખુબ જરૂરી છે. હજુ પણ આ સમાજમાં ભવન માટે કામો બાકી છે જેથી  આ કામોને પૂર્ણ કરવા માટે સમાજભવન દ્વારા સૌને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.  આ કાર્યક્રમ થકી સમાજના શૈક્ષણિક સંકુલ માટે એક મંચ ઉપર એક પ્લેટફોર્મ ઉપર ભેગા થઈ સમાજની સંસ્કૃતિ- સામાજિક અસ્તિત્વ માટેના કામોને પૂરા કરીશું. આ કાર્યક્રમમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ નિહાળવા અને આપણી વાજિંત્રો તેમજ જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામને આપણે એક સ્ટેજ ઉપર લાવી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ આદિવાસી સમાજ ભવન કાર્યક્રમને આદિજાતિમંત્રી તથા રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી  દ્વારા ખુલ્લું મુકવામાં આવનાર છે. તેમની સાથે વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને માંડવી સાંસદશ્રી પરભુભાઈ વસાવા,સુરતના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત  તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી કે. એન. ડામોર ખાસ ઉપસ્થિત રહેશે.

Back to top button
error: Content is protected !!