JETPURRAJKOT

Rajkot: રાજકોટમાં દર્દીના મૃત્યુ બાદ સ્કીન બેન્કમાં કરાયું ત્વચાદાન

તા.૩/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકોમાં રક્તદાન તેમજ મૃત્યુ પછી અંગદાન અંગે જાગૃતિ આવી રહી છે, ત્યારે હવે અન્ય દર્દીઓને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અન્ય અંગો સાથે ત્વચાદાન પણ થવા લાગ્યું છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં કેડેવર દર્દીઓની ત્વચાનું દાન સ્વીકારાય છે. રાજકોટમાં તાજેતરમાં અવસાન પામેલા સ્વ.વાલજીભાઈ કડવાભાઈ રાબડિયાનું ત્વચાદાન કરાયું હતું.

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર. એસ.ત્રિવેદીની યાદીમાં જણાવ્યા પ્રમાણે, સ્વ. સ્વ.વાલજીભાઈ કડવાભાઈ રાબડિયા તા. ૨૩ મેના રોજ અવસાન પામ્યા હતા. સ્વજનના મૃત્યુના આઘાત વચ્ચે પણ પરિવારે અન્ય દર્દીઓને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અંગદાન-ત્વચાદાનનો નિર્ણય કર્યો હતો. આથી તેમના પરિવારે પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કરતાં સ્કીન બેન્કની ટીમે મૃતકની સ્કીન હાર્વેસ્ટ કરીને સ્કીન ડોનેશનમાં મેળવી હતી.

આ સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રિવકર થશે. તથા આ સ્કીનનો ટ્રોમાના દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ ઉપયોગ કરી શકાશે.

પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના અધિક્ષક ડૉ. આર.એસ.ત્રિવેદી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા સુશ્રી મોનાલી માકડિયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

Back to top button
error: Content is protected !!