તા.૩/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી દ્વારા પત્રકારોને સંબોધન
કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી કરાશે, સી.સી.ટી.વી.થી મોનીટરીંગ કરાશે
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦-રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ-કણકોટ ખાતે ૪ જૂન સવારે ૮ વાગ્યાથી શરૂ થશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે,
ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ કરવામાં આવેલી છે. જે મુજબ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી માટે મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. જેની મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૦૮-૦૦ કલાકે સરકારી ઈજનેરી કોલેજ, મવડી-કણકોટ રોડ, રાજકોટ ખાતે થનાર છે.
સવારે ૦૮-૦૦ કલાકે ઈ.વી.એમ. અને પોસ્ટલ બેલેટ બંન્નેની એકસાથે મતગણતરી શરૂ કરવામાં આવશે.
કાઉન્ટીંગ સેન્ટર ખાતે ફાળવવામાં આવેલ બિલ્ડીંગ/રૂમની વિગત નીચે મુજબ છે;
(૧) પોસ્ટલ બેલેટ પેપર – E.C.BIdg – કુલ મતદાન મથકોની સંખ્યા ૧૦- રાજકોટ પી.સી. – રાઉન્ડની સંખ્યા –
(૨) ૬૭-વાંકાનેર – E.C.BIdg FF બિલ્ડિંગ – મતદાન મથક ૩૦૩ – રાઉન્ડ ૨૨
(૩) ૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) – E.C.BIdg GF બિલ્ડિંગ – મતદાન મથક ૩૮૧ – રાઉન્ડ ૨૮ –
(૪) ૬૬-ટંકારા – I.C. BIdg FF બિલ્ડિંગ – મતદાન મથક ૨૯૧ – રાઉન્ડ ૨૧
(૫) ૬૮-રાજકોટ પૂર્વ – I.C.BIdg GF – મતદાન મથક ૨૬૪ – રાઉન્ડ ૧૯
(૬) ૬૯-રાજકોટ પશ્ચિમ – I.C.BIdg FF – મતદાન મથક ૩૧૦ – રાઉન્ડ ૨૩
(૭) ૭૦-રાજકોટ દક્ષિણ – I.C.BIdg GF – મતદાન મથક ૨૨૮ – રાઉન્ડ ૧૭
(૮) ૭૨-જસદણ – I.C.BIdg FF – મતદાન મથક ૨૫૯ – રાઉન્ડ ૧૯
(૯) મીડિયા રૂમ – ઓડિટોરીયમ – ફોન 281 – 2991656, 2994465
(૧૦) કન્ટ્રોલ રૂમ – એડમીન બિલ્ડિંગ – 0281- 2994788
ઈ.વી.એમ.ની મતગણતરી માટે વિધાનસભા મતદાર વિભાગ (૬૬ થી ૭૨) વાઈઝ કુલ સાત હોલમાં ૧૪ × ૭ = ૯૮ ટેબલો પર ઈ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવશે.
સાત મતગણતરી હોલમાં સાત નાયબ કલેકટર કક્ષાના અધિકારીશ્રીઓ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તરીકે મતગણતરી હોલમાં ફરજ બજાવશે. અને તેમની દેખરેખ નીચે મતગણતરી કરવામાં આવશે.
કુલ ૨૦૩૬ મતદાન મથકો ખાતે ઉપયોગમાં લેવાયેલા ઈ.વી.એમ.ની કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.
૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિ.મ.વિ. માં સૌથી વધુ ૨૮ રાઉન્ડમાં અને સૌથી ઓછા ૧૭ રાઉન્ડમાં ૭૦-રાજકોટ દક્ષિણ વિ.મ.વિ. માં મતગણતરી થનાર છે.
પોસ્ટલ બેલેટ માટે અલગ-અલગ બે કાઉન્ટીંગ હોલ રાખવામાં આવ્યા છે. જેમાં કુલ ૨૭ ટેબલો પર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે.
જેમાં એક ટેબલ ઉપર કુલ ૨૨૪ (તા.૦૩/૦૬/૨૦૨૪ની સ્થિતિએ મળેલા) ETPBS ની મતગણતરી કરવામાં આવશે. (લશ્કરી દળોના મતદારો) તેમજ ૨૬ ટેબલો ઉપર કુલ ૧૨૬૨૧ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારની મતગણતરી માટે બે (૨) મતગણતરી ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક કરવામાં આવી છે.
પોસ્ટલ બેલેટ, ETPBS, ૬૭-વાંકાનેર વિ.મ.વિ. અને ૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિ.મ.વિ. માટે શ્રી ડૉ.પૃથ્વીરાજ (IAS) ની ઓબ્ઝર્વરશ્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તેમજ ૬૬-ટંકારા, ૬૮-રાજકોટ પૂર્વ, ૬૯-રાજકોટ પશ્ચિમ, ૭૦-રાજકોટ દક્ષિણ અને ૭૨-જસદણ વિ.મ.વિ. માટે શ્રી નરહરીસિંધ બાંગર (IAS)ની ઓબ્ઝર્વરશ્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મતગણતરી કેન્દ્ર ખાતેની તમામ કામગીરી માટે અંદાજે ૧૫૦૦ જેટલા સિવિલ કર્મચારીશ્રીઓની નિમણૂક અત્રેથી કરવામાં આવી છે. જેઓ તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૦૫-૦૦ કલાકેથી ફરજ બજાવશે. તેમજ અંદાજે ૬૫૦ જેટલા પોલીસ સ્ટાફની બંદોબસ્ત ડ્યુટી આપવામાં આવી છે.
રાઉન્ડવાર પરિણામોની જાહેરાત ECIના TRENDS SOFTWAREની મદદથી કરવામાં આવશે.
કુલ ૧૨,૬૦,૭૬૮ મતોની મતગણતરી ઈ.વી.એમ.માં થશે.
મતગણતરી બાદ ચૂંટણીમાં વપરાયેલ ઈ.વી.એમ.ને સુરક્ષિત રીતે વેરહાઉસમાં જમા કરવામાં આવશે.
મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સી.સી.ટી.વી. દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે તેમજ મતગણતરીના સ્થળે મોબાઈલ લઈ જવો પ્રતિબંધિત છે.
આ તકે અધિક ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મૂછાર ઉપસ્થિત રહ્યા હતા.