LODHIKARAJKOT

Rajkot: વિકસિત ભારત સંકલ્પ યાત્રા-સપના થશે સાકાર લોધિકા તાલુકાના ચીભડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

તા.૧૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચીભડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જ્યાં ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પમાં ગ્રામજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, વિધવા સહાય હુકમ, પોષણ કીટ, સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

જૈવિક ખેતી કરતાં ખેડૂત મિત્રો સાથે વાર્તાલાપ, “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રદીપ સિંધવ, મામલતદારશ્રી દિનેશભાઈ ભાડ, ઈ.ચા. અધિક આરોગ્ય અધિકારી શ્રી પપ્પુ સિંધ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અરવિંદ અસ્થાના, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજીવ ગણાત્રા, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!