વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ શિલ્પી હોટેલમાં દક્ષિણ ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનની બેઠક યોજાઈ હતી.આ બેઠક દક્ષિણ ગુજરાત હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અરુણ શેટ્ટી, ઉપપ્રમુખ સનત રેલીયા, સાપુતારા હોટલ એસોસીએશનનાં પ્રમુખ ઉપેન્દ્ર પટેલ,મનીષભાઈ કતારગામ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે ગહન ચર્ચા કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટના ઉપપ્રમુખ સનત રેલીયાએ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે દક્ષિણ ગુજરાતના સુરતથી તિથલ વચ્ચે સાત જેટલાં દરિયા કિનારાના ઉત્તમ બીચ આવેલા હોય તેનો વિકાસ કરી પ્રવાસીઓને આકર્ષિત કરવા ભાર મૂક્યો હતો. તેમજ સાપુતારા સહીત ગીચ જંગલો ધરાવતા ડાંગ જિલ્લામાં પણ પ્રવાસન માટે વિશાળ શક્યતાઓ રહી છે.સાપુતારા હોટલ એસોસિએશનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલે સાપુતારા ખાતે ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યા, બાગ બગીચાઓના જાળવણીનો અભાવ, ડુંગરો પર વૃક્ષારોપણનો અભાવ સહીત સર્પગંગા તળાવના ફરતે ટોય ટ્રેનની વ્યવસ્થા કરી અબાલ વૃદ્ધ સૌ પ્રવાસીઓ કુદરતી સૌદર્યનો નજારો માણી શકે તેવા પ્રયાસો હાથ ધરવા સરકારને રજૂઆત કરવા એસોસિઅનમાં માંગ કરી હતી.સાપુતારા હોટલ એસોસિઅનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલેએ નવા તળાવમાથી સર્પગંગા તળાવમાંથી પાણી લિફ્ટ કરાવવા સાપુતારા નોટિફાઈડ તંત્ર ગંભીરતા દાખવે તેના પર ભાર મુક્યો હતો. દર વર્ષે ઉનાળામાં નવા તળાવનું પાણી મહારાષ્ટ્રમાં નકામું છોડી દેવાય છે. ત્યારે નવા તળાવના પાણીનું યોગ્ય વિતરણ વ્યવસ્થા કરવામાં આવે તે ઇચ્છનીય છે. દક્ષિણ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અરુણ સેટ્ટીએ ગુજરાતના હોટલ ઉદ્યોગ અને ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા હદગઢમાં જેવી રીતે પ્રવાસન ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે તે સાપુતારા માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સરકારે સાપુતારામાં હોટલ ઉદ્યોગ સહીત સ્થાનિક રોજગારી અંગે નકકર પગલાં ભરે તે જરૂરી છે. હાલ ડાંગ જિલ્લામાં સાપુતારાને હોટલ ઉદ્યોગ સિવાય કોઈ વિકલ્પ ન હોય પ્રવાસીઓના હિતમાં બોટિંગ રોપવે સહીત વોટર એક્ટિવિટીમાં વધારો કરે તે જરૂરી છે. તેમજ સાપુતારા ખાતે સક્ષમ અધિકારીની નિમણુક ન કરાતા વિકાસ લક્ષી નિર્ણયો લઈ શકાતા નથી એ ખુબ ચિંતા જનક બાબત કહેવાય .આ કાર્યકમમાં દક્ષિણ ગુજરાત હોટેલ રેસ્ટોરન્ટના ઓનર્સ સહીત હોદ્દેદારો સાપુતારા હોટેલ ઓનર્સ એસોસીએશનના સભ્યો સહીત મોટી સંખ્યામાં મહાનુભૂવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
«
Prev
1
/
91
Next
»
મોરબી મણીમંદિર દરગાહ ડિમોલેશન બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે અગત્યની માહિતી આપતા જણાવ્યું કે.....
મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ વિવાદિત દરગાહનું તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું