પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ રેન્જ,રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી વિભાગ શ્રી સિમરન ભારદ્રાજ સાહેબનાઓએ ધોરાજી સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૫૦૩૨૬ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થતા સદરહુ ગુન્હાના આરોપીને તાત્કાલીક શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. ઓડેદરા તથા ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એસ.ગરચર દ્વારા ધોરાજી શહેરના ભગવતસિંહજી શાકમાર્કેટમાં બટુકભાઇ મકવાણાને માથાના ભાગે કોઇ હથીયારથી ઇજા પહોચાડી મૃત્યુ નિપજાવેલ હોય જે અંગે ગુનો દાખલ થયેલ હોય જે હત્યાના ગુન્હાના આરોપીને શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામા આવેલ.અને ટેકનીકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમી બાતમીદારો મારફત તેમજ e-gujcop ની મદદથી આરોપીની માહીતી સર્ચ કરી તપાસ કરતા આરોપી વિક્રમભાઇ મકવાણા બાબતે માહીતી મળતા સદરહુ ગુન્હાના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ.
પકડાયેલ આરોપીનુ નામ –
વિક્રમભાઇ સ/ઓ દિલાભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે. ધોરાજી રામાપીરના મંદિર સામે ફરેણી રોડ
ગુન્હાની વિગત-
ધોરાજી સીટી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૫૦૩૨૬
ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
આરોપીનો ગુનાહીત ઇતીહાસ –
ધોરાજી સીટી પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૫૦૧૪૧
પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ.
રીપોર્ટ જયંત વિંઝુડા ધોરાજી