તા.૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સરકારી કચેરીઓ ખાતે સામાન્ય દિવસોમાં જાહેર જનતા બહોળી સંખ્યામાં મુલાકાત લેતી હોય છે ત્યારે આકસ્મિક રીતે આગ લાગવાના બનાવ બનેતો ક્યા પગલા દ્વારા લોકોનો બચાવ કરી શકાય અને પ્રાથમિક સ્તરે કયા પગલાં દ્રારા આગજનીની મોટી દુર્ઘટના બનતી ટાળી શકાય તે હેતુ સાથે તાલુકા સેવા સદન જસદણ ખાતે ફાયર મોકડ્રીલ યોજાઈ હતી.
આ મોકડ્રીલમા જસદણ નગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા તાલુકા સેવાસદન જસદણના કર્મચારીઓને આકસ્મિક આગ લાગે તો આગ પર તાત્કાલિક કઈ રીતે કાબુ મેળવવો, આગની ઘટના સમયે ક્યા પ્રકારના સાવચેતીના પગલાં લઈ જાનહાની ટાળી શકાય, ફાયર એસ્ટીગ્યુશર ચલાવવા જેવી બાબતો વિષે પ્રત્યક્ષ નિદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી તેમ પ્રાંત અધિકારીશ્રી જસદણની યાદીમાં જણાવાયું છે.