JETPURRAJKOT

મરચીમાં થતા રોગો અંગેના ઉપાયો

તા.૨૨ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

મરચીના પાકમાં થતાં વિવિધ રોગો, જીવાત વગેરે અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

મરચીમાં થતા થ્રીપ્સ તેમજ સફેદ માખીના રોગ માટે પ્રોફેનોફોસ ૨૦ મીલી અને લીબોળીનું તેલ ૫૦ મિલી અથવા લીબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મિલી ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જો થ્રીપ્સનો વધુ ઉપદ્રવ હોય તો સ્પીનોદ અથવા સ્પિનેટોર, મ દવા ૫ મિલી પ્રતિ પંપ છાટવી.પાણીમાં દ્રાવ્ય ૧૯-૧૯-૧૯ એન.પી.કે અને ૧ ટકા સલ્ફેટ ઓફ પોટાશનો છંટકાવ કરવો. પાનના ટપકાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૪૦ ગ્રામ પ્રતિ પંપમાં મિશ્ર કરી છંટકાવ કરવો, જેથી મરચીના પાક રોગમુક્ત રહી શકે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!