KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બસ સ્ટેનડ પાસે અહીંયા પાન પડીકી લેવા કેમ આવ્યો છે તેમ કહી બે ઈસમો એ હુમલો કરી ધમકી આપી.પોલીસે એકની નશાગ્રસ્ત હાલતમા અટકાયત કરી

તારીખ ૨૦ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

રવિવારે રાત્રે દશ કલાકે કાલોલ બસ સ્ટેન્ડ પાસે આવેલ રમેશભાઈ નાં પાન નાં ગલ્લે મહેન્દ્રસિંહ તખતસિંહ રાઠોડ રે ઝેર નાં મુવાડા તા કાલોલ પોતાના મિત્ર રણવીરસિંહ રાજ સાથે પાન પડીકી લેવા માટે ગયા હતા અને પાનના ગલ્લા સામે ઉભા હતા ત્યારે અનિલકુમાર ઊર્ફે અન્નો શિવકુમાર સોની રે ડેરોલ સ્ટેશન અને રાજેશકુમાર પુરણચંદ સોની રે.ડેરોલ સ્ટેશન દ્વારા ગંદી ગાળો બોલી તુ અહીંયા પાન પડીકી લેવા કેમ આવ્યો છે તેમ કહેતા ગાળો બોલવાની ના પાડતાં બન્ને જણા ઉશ્કેરાઈ જઈ ગડદા પાટું નો માર મારવા લાગેલ જેમાથી રણવીરસિંહ વચ્ચે પડી વધુ મારમાથી છોડાવેલ ત્યારે બન્ને ઈસમો એ તુ કાલોલ મા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરતા સ્થળ ઉપર દોડી જઈ રાજેશકુમાર પુરણચંદ સોની રે.ડેરોલ સ્ટેશન ને ઝડપી પાડયા હતા જે પોતાના શરીર સ્થિતી સાંભળી શકે તેમ ન હતો અને બકવાટ કરી લથડીયા ખાતો હોય જાહેર મા દારૂ પીવા બદલ નો પરવાનો માંગતા તેની પાસે કોઈ પાસ પરમીટ ન હોઈ પોલીસે પંચો રૂબરૂ તેના શરીર સ્થિતી નુ પંચ નામુ કરી ગુજરાત પ્રોહી એકટ હેઠળ નો પણ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે અનિલકુમાર ઊર્ફે અન્નો શિવકુમાર સોની રે ડેરોલ સ્ટેશન મળી આવેલ ન હોઈ તેની વધુ તપાસ હાથ ધરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!