પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
મુસ્લિમો નો પવિત્ર તેહવાર મોહરમ પર્વ તા.૧૭/૦૭/૨૪ ના રોજ હોવાથી તેમજ આગામી હિન્દુ ભાઈઓના તેહવાર દેવશય ની એકાદશી અને ગૌરીવ્રત નિમિત્તે ઉમરેઠ શહેર માં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ઉમરેઠ મામલતદાર નિમેષ પારેખની અધ્યક્ષતા માં શાંતિ સલામતીની બેઠક મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલ જેમાં ઉમરેઠ શહેર ના દરેક વિસ્તાર ના મુસ્લીમ બિરાદરો તેમજ હિન્દુ ભાઈઓ હાજર રહ્યા હતા.મુસ્લિમોનો પવિત્ર તેહવાર મોહરમ આમ તો પેહલા ચાંદ થી લઇ દસ માં ચાંદ સુધી માં મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ વિસ્તારો માં તાજીયા બેસાડવામાં આવે છે. જેમાં ખાસ કરી ને ચાંદ ૯ ના રોજ કતલ ની રાત હોવાથી મુસ્લીમ વિસ્તારો માં કુરાન ખવાની,તકરીરો ના પ્રોગ્રામ,તેમજ નિયાજ( પ્રસાદ ) વેચવામાં આવે છે તેમજ ઇમામ હુસેન ની યાદ માં માતમ મનાવવામાં આવે છે.જ્યારે ચાંદ ૧૦ ને તા.૧૭/૦૭/૨૪ ના રોજ ઉમરેઠ સહીત ના વિવિધ વિસ્તારો માં થી તાજીયા નું ઝુલુસ નીકળનાર હોય તે દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તે માટે મામલતદાર કચેરી ઉમરેઠ માં મામલતદાર નિમેષ ભાઈ પારેખ સાહેબ ની અધ્યક્ષતા માં શાંતિ સલામતીની મિટિંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં તાજીયા ના ઝુલુસ દરમિયાન કોમી એકતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તે માટે મામલતદાર નિમેષ પારેખ દ્વારા ઉમરેઠ શહેર ના મુસ્લીમ બિરાદરો ની મીટીંગ નું આયોજન મામલતદાર ઓફિસ માં કરવામાં આવેલ.જેમાં મામલતદાર નિમેષ પારેખ ના ઓ એ હિન્દુ અને મુસ્લીમ સમાજ ના આગેવાનો ને જણાવ્યું હતું કે તેહવાર માં એક બીજા કોમ.ની લાગણી દુભાય નહિ અને શહેર માં કોમી એકતા જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા અને ભાઈચારો બની રહે તે માટે યુવાનો તેમજ આગેવાનો એ સાથે મળી ને કામ કરવા જણાવેલ.તેમજ કોઈ ની લાગણી ને ઠેસ પહોંચે નહિ તેની પર ભાર મૂકવા જણાવેલ.શાંતિ સલામતીની મીટીંગ માં હિન્દુ મુસ્લીમ સમાજ ના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.