DAHOD
દાહોદ રોટરી સેવા સંસ્થાન દ્વારા વિધૉથીઓ ને નોટબુક તથા શૈક્ષણિક સાહિત્ય નુ વિતરણ

તા. ૦૪. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન
દાહોદ. શ્રી પ્રણનાથ સેવા ટ્રસ્ટ દાહોદ સંચાલિત કલરવ સ્કૂલ ગરબાના મુકામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત માનવસેવા તથા સામાજિક. શૈક્ષણિક અને સેવા ના ક્ષેત્રે વિવિધ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિ ઓ કરતી સ્વૈચ્છિક સંસ્થા “રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા દાતાઓ ના સહયોગથી સંસ્થા ના પ્રમુખ ડો.નરેશ ચાવડા દ્વારા કલરવ સ્કૂલ ના પ્રમુખ ચેતન પરમાર તથા આચાર્ય જહેરા મિઝૉ તથા શાળા પરિવાર. શિક્ષક મિત્રો ની ઉપસ્થિતિમાં શાળામાં અભ્યાસ કરતા વિધૉથીઓ ને નોટબુક તથા શૈક્ષણિક સાહિત્ય નુ વિતરણ કરવામાં આવ્યું હતુ શાળા પરિવાર દ્વારા રોટરી સંસ્થા ની સેવાકાર્ય પ્રવૃત્તિ ઓ ને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કરયો હતો




