વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ટ્રુ-ટુ-લેબલ હાઈબ્રિડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ રજૂ કર્યું
આ ફંડ એક સક્રિય એલોકેશન ફ્રેમવર્કનું પાલન કરે છે, જેમાં વૈવિધ્યકરણ અને ઈન્ફ્લેશન હેજિંગ માટે સોના તથા ચાંદી જેવા ધાતુઓ સંભવિત સ્થિરતા માટે નિશ્ચિત આવક અને લાંબા ગાળામાં સંપત્તિ સંર્જન માટે ઈક્વિટીને સામેલ કરવામાં આવે છે

રાજકોટ, 18 નવેમ્બર 2025: પેટોમેથ ફાયનાન્શિયલ સર્વિસિસ ગ્રુપ અંતર્ગત ભારતની સૌથી ઝડપભેર વિકાસ પામી રહેલી એએમસી પૈકીની એક ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ‘ધ વેલ્થ કંપની મલ્ટી એસેટ એલોકેશન ફંડ’ લોંચ કરી રહી છે. આ ટ્રુ-ટુ-લેબલ હાઈબ્રિડ કોમોડિટી-એન્કર્ડ મલ્ટી-એસેટ ફંડ ઈક્વિટી, ડેટ અને કોમોડિટીઝમાં સંતુલન બનાવશે. આ રીતે માર્કેટ સાઈકલ્સમાં સાનુકૂળ રીતે અને સારી રીતે વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવીને રોકાણકારોને લાંબા ગાળા માટે સંપત્તિ સર્જન કરવામાં મદદરૂપ બને છે. આ ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 19મી નવેમ્બર,2026ના રોજ ખુલશે અને 3 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે.
આ ફંડ એક સક્રિયપણે એલોકેશન ફ્રેમવર્કનું પાલન કરે છે, જેમાં વૈવિધ્યસભર અને ઈન્ફ્લેશન હેજીંગ માટે સોના તથા ચાંદી જેવી ધાતુઓ સંભવિત સ્થિરતા માટે ચોક્કસ આવક અને લાંબા ગાળાના સંપત્તિ સર્જન માટે ઈક્વિટીને સામેલ કરવામાં આવે છે. દરેક એસેટ ક્લાસ વૃદ્ધિ, સંભવિત સ્થિરતા અને રિસ્ક એડજસ્ટેડ રિટર્નનું સર્જન કરવામાં એક ખાસ ભૂમિકા ભજવવાનો પ્રયત્ન કરે છે.
આ ફંડને તેના હાઈબ્રિડ-જેવા સ્ટ્રક્ચરથી અલગ બનાવે છે, જે સાનુકૂળ ટેક્સ ફ્રેમવર્કથી લાભ મેળવી વિવિધ એસેટ ક્લાસને ડાયનામિક રીતે આગળ વધારવા માટે વ્યાપક પ્રમાણમાં સાનુકૂળતા પ્રદાન કરે છે. વેલ્થ કંપની મલ્ટી એસેટ એલોકેશન ફંડનો લક્ષ્યાંક આવક વેરા ધારા અંતર્ગત હાઈબ્રિડ ટેક્સેશનની જરૂરિયાતને અનુરૂપ પોતાની એસેટ્સના ઉત્તમ મિશ્રણને જાળવી રાખવાનો છે.
કોમોડિટીમાં 50 ટકા સુધીના રોકાણ ફાળવણી કરવાની ક્ષમતા સાથે તે ફંડ મેનેજર્સને બદલાઈ રહેલ મેક્રો અને બજાર સ્થિતિઓના આધાર પર પોતાની સ્થિતિને એડજસ્ટ કરવા માટે વધારે સ્વતંત્રતા પ્રદાન કરે છે. તેને લીધે એ બાબત સુનિશ્ચિત થઈ શકે છે કે પોર્ટફોલિયો વૈકલ્પિક એસેટને રેસિડ્યુઅલ હોલ્ડર કરતા નથી પણ એક સક્રિય, દુરદર્શિ એલોકેટર છે કે જે વિવિધ ચક્રિય સ્થિતિમાં યોગ્ય તકો હાંસલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવે છે અને તેનો લક્ષ્યાંક સમય સાથે વધારે સાનુકૂળ, રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન પ્રદાન કરવાનો છે.
એનએફઓ લોંચ કરવા અંગે વિગતવાર માહિતી આપતા ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ-ઈક્વિટી બાબતોના શ્રી અપર્ણા શંકરે જણાવ્યું હતું કે, “વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડમાં અમે માની છીએ કે એસેટ એલોકેશન લાંબા ગાળા માટે સંપત્તિ સર્જન અને સંરક્ષણ માટેનો આધાર છે. ભારતીયો તરીકે આપણે હંમેશા સહજ બચતકર્તા રહ્યા છીએ, આપણા લોકરોમાં સોનું આપણા પરિવારોમાં રિયલ એસ્ટેટ ધરાવી છીએ. આપણા મલ્ટી-એલોકેશન ફંડ આ બિલકુલ ટાઈમ-ટેસ્ટેડ એસેટ્સમાં રોકાણ કરે છે, જે ઈક્વિટી અને ડેટ દ્વારા સમર્થિત છે, અને હવે કોમર્શિયલ રિયલ એસ્ટેટ સંપત્તિ સાથે સંવર્ધિત છે, જેનો ઉદ્દેશ આધુનિક તરલતા સાથે સાથે સ્થિર વળતર પ્રદાન કરવાનો છે. તે એન્સેટ્રલ બેલેન્સ છે, જે રિઈમેજીન અને સોફિસ્ટીકકેશન સાથે પુનઃપરિકલ્પિત કરવામાં આવેલ છે.”
ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડના ડેટ બાબતોના સીઆઈઓ શ્રી ઉમેશ શર્માએ જણાવ્યું હતું કે, “ઈક્વિટી અને ડેટ સાથે કોમોડિટીઝને તેનું યોગ્ય સ્થાન આપીને અમે વૈવિધ્યકરણનું નિર્માણ કરી રહ્યા છીએ, જે ફક્ત પેપર પર જ નહીં પણ ખરાઅર્થમાં વ્યવહારમાં પણ કામ કરે છે. ફંડ મેન્ડેટ અંતર્ગત એસેટની ફાળવણીની સાનુકૂળતા અમને ડેટની સંભવિત સ્થિરતા, કોમોડિટીના હેજિંગના નેચર તથા વધુ સારી રીતે રિસ્ક-એડજસ્ટેડ પરિણામો સાથે ઈક્વિટીની લાંબા ગાળાની વૃદ્ધિને હાંસલ કરવાની અનુમતિ આપે છે. અમારો લક્ષ્યાંક એવા પોર્ટફોલિયોને તૈયાર કરવાનો છે કે જે સક્રિયપણે વિશ્વાસ સાથે વિવિધ સાયકલિંગ ટ્રેન્ડ મારફતે સારું પર્ફોમન્સ રજૂ કરતા રહે.”
અમે સાથે મળીને એવી બાબતોનું નિર્માણ કરી છીએ કે જેને એએમસી “ભારત નિર્માણ કરનારી સ્થિરતા” કહે છે, જે આ વિશ્વાસને દર્શાવે છે કે ભારતના વિકાસનો આગામી તબક્કો રિયલ એસેટ્સ અને મેન્યુફેક્ચરિંગ દ્વારા એટલું જ સંચાલિત રશે કે જેટલું બજાર અને ઈનોવેશન દ્વારા થાય છે.




