GUJARATNANDODNARMADA

રાજપીપલા: બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મધુકરભાઈ એસ. પાડવીને ICSSR, નવી દિલ્હીના અધ્યક્ષ પદનો વધારાનો હવાલો સોંપાયો

રાજપીપલા: બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મધુકરભાઈ એસ. પાડવીને ICSSR, નવી દિલ્હીના અધ્યક્ષ પદનો વધારાનો હવાલો સોંપાયો

 

ડો. મધુકરભાઈ એસ. પાડવીને ICSSR જેવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ પદનો વધારાનો હવાલો મળવો એ નર્મદા જિલ્લા તેમજ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવની વાત એ છે કે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મધુકરભાઈ એસ. પાડવીને ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ (Indian Council of Social Science Research), નવી દિલ્હીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન (MoA) હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ICSSRના અધ્યક્ષ પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ICSSR શિક્ષણ મંત્રાલય હેઠળ વર્ષ 1969માં સ્થાપિત થયેલી એક સ્વાયત્ત સંસ્થા છે, જે સમગ્ર ભારતમાં સામાજિક વિજ્ઞાન સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. ICSSRના મુખ્ય કાર્યોમાં મુખ્ય તથા નાના સંશોધન પ્રોજેક્ટ્સ માટે ભંડોળ, ડોક્ટરલ અને પોસ્ટ-ડોક્ટરલ ફેલોશિપ, તેમજ વર્કશોપ, સેમિનાર અને સંશોધન પદ્ધતિ વિષયક તાલીમ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત ICSSR દ્વારા પુસ્તકો અને સંશોધન પેપરોના પ્રકાશન, NASSDOC (રાષ્ટ્રીય સામાજિક વિજ્ઞાન દસ્તાવેજીકરણ કેન્દ્ર) મારફતે દસ્તાવેજીકરણ અને પ્રકાશન કાર્ય હાથ ધરવામાં આવે છે. દેશભરમાં આવેલા તેના છ પ્રાદેશિક કેન્દ્રો (ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ સહિત) દ્વારા સ્થાનિક સ્તરે સર્વેક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.

 

ICSSR રાષ્ટ્રીય નીતિ નિર્માણ માટે સંશોધન આધારિત નીતિ સહાય પૂરી પાડે છે તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ અંતર્ગત ઇન્ડો-જર્મન પ્રોજેક્ટ જેવા અભ્યાસો દ્વારા વૈશ્વિક સ્તરે સામાજિક વિજ્ઞાન સંશોધનમાં ભારતની ભૂમિકા મજબૂત બનાવે છે.

 

ડો. મધુકરભાઈ એસ. પાડવીને ICSSR જેવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ પદનો વધારાનો હવાલો મળવો એ નર્મદા જિલ્લા તેમજ સમગ્ર આદિવાસી ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ છે. તેમના નેતૃત્વ હેઠળ સામાજિક વિજ્ઞાન સંશોધનને નવી દિશા અને ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!