
નર્મદા : સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી રાજપીપળા કોર્ટ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં બનેલ ચકચારી દુષ્કર્મની ઘટનામાં ન્યાયિક પ્રક્રિયા બાદ રાજપીપળા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે
પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આરોપી શાંતિલાલ મુલજીભાઈ વસાવા રહે.સામરપાડા (ચપાવી) તા.ડેડીયાપાડા જી.નર્મદા એ સગીર વયની ભોગબનનાર દીકરી ઉ.વ.૧૪ વર્ષ ૯ માસ નાઓને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મોજે કુનબાર ગામેથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી ને અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ અવાર નવાર બળજબરી થી દુષ્કર્મ કરી ગુનો કરેલ.
સદરહુ કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એ.વી.હિરપરા સાહેબની કોએટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તરફ જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે. ગોહીલ નાઓએ ફરીયાદીપક્ષ સાહેદો સાયન્ટીફિક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ૩૬૩,૩૭૬(૨)(૩) (એન),(જે) ૫૦૬(૨)તથા પોકસો એકટ કલમ ૪ અને ૬ ના ગુના સબબ આજીવન કેદ તથા રૂ.૮૦,૦૦૦ દંડ, તકસીરવાર ઠેરવી રૂ. ૨,૦૦,૦૦૦(૨ લાખ) વળતરનો હુકમ ફરમાવેલ છે. રૂ.૮૦,૦૦૦ દંડ, જેમાં દંડ ભરે તો એમાંથી ૫૦,૦૦૦/- ભોગબનનાર ને ચુકવવાની રહેશે તેવો હુકમ કરાયો છે




