રાજપીપલા નાગરિક સહકારી બેંક લી. ને “બીઝનેશ ફોર એમ્પ્લોય” નો શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન ગાંઘીનગર દવારા ગાંઘીનગરમાં સહકાર સેતુ સંમેલન ૨૦૨૪ તા. ૨૬/૯/૨૦૨૪ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં રાજપીપલા નાગરિક સહકારી બેંકને ગુજરાતની કુલ ૨૧૩ સહકારી બેંકો માંથી “બીઝનેશ ફોર એમ્પ્લોય” નો શ્રેષ્ઠ એવોર્ડ મળેલ છે આ બેન્કના તમામ કર્મચારીઓની મહેનત અને ધગશથી થયેલા કાર્યોને કારણે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ અગાઉ બેંકને ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન વર્ષ ૧૯૯૪-૯૫ માં એવાર્ડ મળેલ હતો. ત્યાર બાદ ૧૯ વર્ષે બાદ આ સિધ્ધી બેંક ને ફરી મળેલ છે. અગાઉ વર્ષ ૨૦૧૮-૧૯ માં પણ બેંકને ગુજરાત રાજય સહકારી સંઘ દવારા રાખવામાં આવેલ શિલ્ડ હરીફાઈમાં દ્વિતીય નંબર આવેલ અને એવોર્ડ મળેલ હતો.
ફેબ્રુઆરી 2018 માં ૧૧ ડીરેકટરની ચુંટણી થયેલ ત્યારે હીત રક્ષક પેલનલનો બહુમતીથી વિજય થયેલ ત્યાર બાદથી બેંકના વિકાસમા પ્રગતી થયેલ છે. તેના કારણે વર્ષ 2023-24 માં થયેલ ચુંટણીમાં સભાસદોએ હીત રક્ષક પેનલને સંપુર્ણ બહુમતી આપી બેંકના વિકાસની કામગીરી માટે તક આપેલ જેમા વર્ષ ૨૦૧૮ માં બેંક દવારા સર્વ પ્રથમ બેંકના ગ્રાહકો માટે એપ શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ આર.ટી.જી.એસ તથા એન.ઇ.એફ.ટી.ની સુવિઘા, એસ.એમ.એસની સુવિઘા, કયુઆર કોડની સુવિઘા બેકની વેબસાઇટબનાવવામા આવી, બેંક દ્વરા ડીજીટલ સેવાઓ આપવાની શરૂઆત કરવામા આવી રહી છે. વર્ષ ૨૦૧૮માં સભાસદો દ્વારા સત્તા આપવામાં આવી હતી ત્યારે બેંકની ડીપોઝીટ રૂા.૫૫.૪૧ કરોડ હતી જે વર્ષ ૨૦૨૪માં રૂા.73.47 કરોડ થવા પામેલ છે. તથા વર્ષ ૨૦૧૮માં ધીરાણ રૂ।. 21.57 કરોડ હતુ. જે વર્ષ ૨૦૨૪માં રૂા.૪૪.૦૩ કરોડ થવા પામેલ છે. આમ જોતા ડીપોઝીટ માં રૂા.૧૮.૦૬ કરોડ તથા ઘિરાણમાં રૂા.૨૨.૪૬ કરોડ વઘારો થયેલ છે. હાલમાં … બેંક દ્વારા સરકારી તથા ખાનગી બેંકોની જોડે હરીફાઈમાં ટકી રહેવા માટે ઘીરાણના વ્યાજના દરમાં પણ ઘરખમ ઘટાડો કરવામાં આવેલ છે. બેંક દ્વારા સૌથી ઓછા ૮.૫%ના વ્યાજના દરે કાર લોન તેમજ સોનાના દાગીના સામે સૌથી ઓછા ૮.૫%ના વ્યાજના દરે ત્વરીત લોન આપવામાં આવે છે. તેમજ બેંકે સભાસદોની લાગણીને ધ્યાનમાં રાખીને મોર્ટગેજ લોન શરૂ કરવામાં આવી છે. વર્ષ 2023-24 મા બેંકના ઇતીહાસમાં સૌથી વઘુ નફો રૂા.૮૦.૯૩ લાખ થયેલ છે. વર્ષ 2023-24 માં નેટ એન.પી.એ. ફકત ૦.૯૨% થવા પામેલ છે. બેંક દવારા વહીવટી ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવેલ છે. જે બેંકના સભાસદોનો બેન્ક પર વિશ્વાસ દેખાઇ આવે છે. હાલમાં બેંક દવારા મોબાઇલ બેંકીગ, યુપીઆઇ, એટીએમ કાર્ડની સુવીઘા શરૂ કરવામાટે પ્રયત્ન કરી રહી છે.બેંક દવારા ગ્રાહકોને ઇમેલ દવારા તેઓના ખાતાનું સ્ટેટમેન્ટ મોકવાની સુવીઘા પણ શરૂ કરવામાં આવેલ છે. તેમજ બેંકે ઘણા વર્ષો અગાઉ ભાડે આપેલ મિલ્કતનો કબજો વગર અવેજ આપી પરત મેળવવામાં સફળતા મળેલ છે. આ જોતા તમામ ક્ષેત્રે બેંકે પ્રગતીના સોપાનો સર કરેલ છે.જેની ગ્રાહકો સરહના પણ કરે છે