GUJARATSURENDRANAGARWADHAWAN
પાક નુકસાનમાં ખેડૂતો સાથે થયેલી ગોલમાલ મુદ્દે રાજુભાઈ કરપડાની આગેવાની માં સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી..!
તા.03/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
એક પણ જગ્યાએ સ્થળ પર પંચરોક કામ કરવામાં આવ્યું નથી, સ્થાનિક આગેવાનને સાથે રાખવામાં આવ્યા નથી, અમુક ગામને સર્વેથી બાકાત કરવામાં આવ્યા તો અમુક જગ્યાએ બાજુ બાજુના બે સર્વે નંબર હોય સરખી જમીન ધરાવતા ખેડૂતોને પણ વધતાં ઓછા પ્રમાણમાં રકમ વળતર પેટે મળી રહી છે એ પણ મજાક સમાન! માત્ર ઓફિસ માં બેસી નુકશાન ના આંકડા લખવામાં આવ્યા છે જ્યાં થોડો ઓન સર્વે થયો ત્યાં પણ નુકસાનીના આંકડા જાણી જોઈને બદલવામાં આવ્યા છે જેના પુરાવા સાથે આજે રજૂઆત કરવામાં આવી સાથે જ જે ખેડૂતોને મજાક સમાન વળતર મળેલું હતું એ ખેડૂતોએ કૃષિ મંત્રીના ખાતામાં આ રકમ પરત આપવા માટે ચેક પણ જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યા! આ તકે સરપંચો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા..!