AMRELI CITY / TALUKOGUJARATRAJULA

ચેક રિટર્ન થતા આરોપીની સજા કરતી રાજુલા કોર્ટ

યોગેશ કાનાબાર રાજુલા

બેંક માંથી લોન લીધી છે તો હપ્તા ભરજો નહીંતર…..

રાજુલા ની શ્રી કેશવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ માંથી રાજુલાના એક વ્યક્તિએ લીધેલી લોન ભરપાઈ ન કરતા એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતી રાજુલા કોર્ટ

રાજુલા શહેરની શ્રી કેશવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ માંથી આરોપી વિશાલ જયંતીલાલ સોલંકીએ લોન લીધેલી હતી અને આ લોન ભરપાઈ પેટે એડવાન્સ ચેક બેંકને આપેલો હતો આરોપી દ્વારા આ લેણી રકમના હપ્તા માટે અવારનવાર મૌખિક તેમજ લેખિત જાણ કરવામાં આવેલ છતાં અરજદાર દ્વારા આ રકમ ભરપાઈ ન થતા આ બેંકના મેનેજર ઉપેન્દ્રભાઈ ગોવિંદભાઈ રોજાસરાએ રાજુલાને મહેરબાન પ્રિન્સિપાલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં આ અંગેની ચેક રિટર્ન થતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138 મુજબ ફરિયાદ દાખલ કરેલી હતી જે ફરિયાદ ચાલતા આરોપીને કસૂરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે તેમજ ફરિયાદની રકમ રૂપિયા 46,800 જે અરજી કર્યા ની તારીખથી 7% લેખે વ્યાજની રકમ સાથે દિવસ 30 માં ચૂકવી આપવા હુકમ કરવામાં આવેલ છે ફરિયાદી બેંકના વકીલ તરીકે રાજેશ આર પરમાર પુરાવા તથા દલીલો નામદાર કોર્ટમાં રજુ કરેલ હતા અને જે માન્ય રાખતા આ સજા કરવામાં આવેલ છે ત્યારે આ સજા થતાં બેંકમાંથી લોન લીધેલ અરજદારો કે જે લોકો નિયમિત હપ્તા ભરતા નથી તેમાં ફફરાટ વ્યાપી જવા પામેલ છે

Back to top button
error: Content is protected !!