રાજુલા પોલીસે સાયબર ફ્રોડના ગેંગનો પર્દાફાશ કર્યો,
રાજસ્થાનથી બે આરોપીઓની કરી ધરપકડ અને બે આરોપી અને ગેમિંગ વેબસાઇડ ધારકો ની શોધખોળ શરૂ કરી
જિલ્લાઓમા સાયબર ફ્રોડને અંજામ આપનાર આરોપીઓને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા છે એક વર્ષ જૂની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ઇન્સ્ટાગ્રામ અલગ અલગ ફેક ફેશન એકાઉન્ટ્સથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી ઇન્સ્ટાગ્રામ પર વિવિધ ફેશન આઈડીના એકાઉન્ટ પરથી ચણિયાચોળી કપડાં ના વેચાણ માટે જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાતોમાં ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમ મૂકી ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા ફરિયાદી જ્યારે તે આઈડી પર કપડાનું ઓર્ડર કર્યું ત્યારે આરોપીઓએ તબક્કાવાર પૈસા પડાવતા રહ્યા હતા પૈસા પછી પણ માલ મળ્યો નહીં અને અંતે ફરિયાદીને સમજાયું કે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે ત્યારબાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન રાજુલા પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સના ટેકનિકલ ડેટાની મદદથી રાજસ્થાનમાં સની સેન અને રવિન્દ્રસિંહ નામના બે આરોપીઓને પકડી પાડ્યા છે. આ બંને આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરતા હતા પોલીસ તપાસમા હરિયાણાનો પ્રીતમ બેરવા, રાજસ્થાનનો મોનુ સાખલા અને કેટલીક ગેમિંગ વેબસાઇટના ધારકોના નામો પણ ખુલ્યા છે આરોપીઓ અલગ અલગ લોકોના બેંક ખાતાઓના ઉપયોગ કરી પૈસા જમા કરાવતા હતા અને અલગ અલગ સીમ કાર્ડના ઉપયોગ કરી પોતાની ઓળખ ખોટી આપતા હતા
પોલીસ તપાસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 27 જેટલા લોકોને આ જ રીતે ઇન્સ્ટાગ્રામના નકલી ફેશન પેજ પર લોભામણી સ્કીમો દ્વારા છેતરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે જુદાજુદા લોકો પાસેથી સાત લાખ રૂપિયા કરતા વધુ રકમ પડાવી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે રાજુલા પોલીસ ને આ સમગ્ર કેસમાં મોટી સફળતા મેળવી છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તપાસ દરમિયાન હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે..