
યોગેશ કાનાબાર રાજુલા
પોલીસ ને પણ દિલ હોય છે…
મંદ બુદ્ધિની ખોવાયેલ દીકરી ને પરિવાર સાથે મેળવી આપતી રાજુલા પોલીસ
રાજુલા માં તુલસી બાગ નજીક એક નાની દીકરી અંદાજિત ઉંમર 7 જે મંદ બુદ્ધિની હોય અને ઘરેથી નીકળી ગયેલી હોય જે તુલસી બાગ પાસે ટ્રાવેલ્સ નો બિઝનેસ કરતા ગિરિશ બાપુને ધ્યાને આવતા તેમણે ઈસુફભાઈ એવન પાનવાળાને આ વાત કરતા આ ઈસુફભાઈ અને ગિરીશભાઈ બંને વ્યક્તિઓ આ દીકરીને લઈને રાજુલા પોલીસ સ્ટેશન આવેલા ત્યારે રાજુલા ટાઉનમાં અમિતભાઈ હરેશભાઈ તેમજ સુરેશભાઈ ભરવાડ આ સમયે હાજર હોય ત્યારે આ દીકરીની વાત કરેલી ત્યારે તેમણે આ દીકરીઓના વાલીને ગોતવા માટે સતત સંપર્ક શરૂ કર્યા ત્યારે આ દીકરી મુસ્લિમ સમાજની હોય તેવું જોતા લાગી રહ્યું હતું
ત્યારે રાજુલા પોલીસ દ્વારા ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફ ભાઈ જોખિયા ઇનુસભાઇ પટેલ મોબાઇલ તેમજ મોહસીનભાઈ નો સંપર્ક કરેલો ત્યારે એમના દ્વારા તેમના સમાજના સોશિયલ મીડિયા ગ્રુપમાં આ મેસેજ કરવામાં આવેલો ત્યારે રાજુલા પોલીસ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓની બે કલાકની ભારે જહેમત બાદ આ દીકરીના વાલી નો સંપર્ક થયેલો અને ત્યારબાદ આ દીકરીને વાલી રાજુલા પોલીસ સ્ટેશન આવેલ અને આ દીકરી તેમના પરિવારને સોંપવામાં આવી ત્યારે આ દીકરીને સોંપતા તેમના પરિવાર દ્વારા પોલીસ તેમજ તેમજ સમાજના અગ્રણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો..




