
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડ તાલુકાના રમાસ ગામેથી શંકાસ્પદ બાંગ્લાદેશ યુવક ઝડપાયો, પોલિસે તપાસ હાથ ધરી
બાંગ્લાદેશી યુવકના ફેસબુક એકાઉન્ટમાં બાઇકોટ ઇન્ડિયા પ્રોડક્ટ નામની પોસ્ટ મળતા યુવાનો પણ ચોકી ઉઠ્યા
બાયડ તાલુકાના રમાસ ગામેથી શંકાસ્પદ બાંગ્લાદેશી યુવક ઝડપાયા ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી અનુસાર રમાસના યુવાનોના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિગતો મુજબ રમાસમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુ દિવસોથી આ યુવક રહેતો હોવાની વાત વહેતી થઈ હતી રમાસ ગામના યુવાનો જાગૃત હોવાને લઈ છેલ્લા કેટલાક સમયથી સ્થિર થયેલ અજાણી વ્યક્તિ સામે શંકા ઉભી થઈ હતી યુવાનોના જણાવ્યા મુજબ છેલ્લા આધાર કાર્ડ કઢાવવા માટે ફરતો હોવાની પણ વાત સામે આવી છે છેલ્લા કેટલાય સમયે થી શંકાસ્પદ પ્રવૃત્તિને લઈ રવિવારના રોજ ગામના યુવાનો ભેગા થઈ તેને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી અને તે ચોકી ઉઠ્યો તો ગામના યુવાનો વધુ શંકા જોતો તરત જ આંબલીયારા પોલીસની જાણ કરતા આ બાંગ્લાદેશી યુવક બાઈક ઉપર ફરાર થઈ ગયો હતો ત્યારે બીજી તરફ અરવલ્લી જિલ્લા પોલીસ વડા ની ટીમની પણ શંકા હોવાને લઇ ભાગતા બાંગ્લાદેશ યુવકને ઝડપી પાડ્યો હતો અને પોલીસે યુવકને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે




