AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નું એ.ટી.એમ વારંવાર બંધ રહેતા લોકોમાં રોષ

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નું એ.ટી.એમ વારંવાર બંધ રહેતા લોકોમાં રોષ

રાજુલા શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના રાજુલા શહેર ખાતે 3 એટીએમ આવેલા છે જેમાં ખાસ કરીને રાજુલા શહેરના સોસાયટી વિસ્તારમાં આવેલ સવિતા નગર વિસ્તારમાં આવેલું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નું એ.ટી.એમ દર શનિવાર તેમજ રવિવારે બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે શનિવાર અને રવિવાર નોકરીયાતો માટે રજા નો વાર હોય છે તેમજ આજુબાજુમાં મહાકાય કંપનીઓ જેમકે પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક કોવાયા જાફરાબાદ સિન્ટેક્સ જેવી કંપનીના આવેલી છે તેના મજૂરો તેમજ અધિકારી ઓ વર્ગ રાજુલા ખાતે ખરીદી કરવા આવતા હોય છે ત્યારે એક તરફ સોસાયટી વિસ્તાર બીજી તરફ શનિવાર અને રવિવાર હોય ત્યારે આ કંપની ના મજૂરો રાજુલા ખરીદીમાં આવતા હોય છે તેમ જ રવિવારે રાજુલા શહેર માં માર્કેટિંગ યાર્ડ નજીક ગુજરી ભરાતી હોય છે ત્યારે લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૈસાની રહેતી હોય છે ત્યારે આવા સમયે રાજુલા શહેરના આવેલ આ સોસાયટી વિસ્તારનું એટીએમ બંધ રહેતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે ત્યારે આ આ એ.ટી.એમ વ્યવસ્થિત ચાલુ રહે તેવી રાજુલા શહેરની લોક માગણી ઊઠવા પામેલ છે

Back to top button
error: Content is protected !!