ઘોઘંબાના પીપળીયા ગામે બકરા ચરાવવા ગયેલી ત્રણ બાળકીઓ કોયારીમા પાણી પીવા જતા ડૂબી જવાથી મોત નીપજ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૬.૨૦૨૪
ઘોઘંબા તાલુકાના સીમલીયા નજીક પીપળીયા ગામની સીમ માં બકરા ચરાવવા ગયેલી ત્રણ સગીર બાળકીઓ પાણી પીવા માટે એક ખેતર માં આવેલ પાણી ના ઊંડા કોયારી માં પહોચી હતી જ્યાં એક બાળકી કૂવામાં પડી જતા તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કુવામાં પડતા ત્રણે બાળકીઓ ના મોત નિપજ્યા હતા. દામાવાવ પોલીસ ને બનાવ ની જાણ થતાં પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આજે સવારે બુધવારે તમામ બાળકીઓ ના મૃતદેહો ને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લાવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.ઘોઘંબા તાલુકાના સીમલીયા પાસે આવેલા પીપળીયા ગામમાં કરૂણાતીકા સર્જાઇ છે.ઘરે થી બકરા ચરાવવા સીમ માં ગયેલી ત્રણ બાળકીઓના એકસાથે કરુણ મોત નિપજ્યા છે.ત્રણ પરિવારો એ 05 વર્ષ ની કીર્તિ વનરાજભાઈ બારીઆ,10 વર્ષ ની સરસ્વતી અજબભાઈ બારીઆ અને 12 વર્ષ ની લલિતા છગનભાઈ બારીઆ ને ગત સાંજે બકરા ચરાવવા ગામ ની સીમ તરફ ના વિસ્તાર માં મોકલી હતી.બાળકીઓ ને પાણી ની તરસ લાગતા એક બાળકી ત્યાં નજીક માં આવેલા જામલા ભાઈ ચંદ્રાભાઈ બારીઆ ના ખેતરના કાચા કુવા માં નીચા નમી પાણી પીવા જતા તે કોયારી માં લપસી પડી હતી.તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કોયારી ના પાણી માં પડી હતી.પાણી માં ડૂબી જતાં ત્રણે બાળકીઓ ના મોત નિપજ્યા હતા.બનાવ ને પગલે દામાવાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.