વાંસદાના કેવડી ગામ ખાતે શ્રી રામકથામાં રાકેશ શર્મા એ હાજરી આપી આત્મિક આનંદ અને ધન્યતા અનુભવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તાલુકાના કેવડી ગામે શ્રી વડેશ્વર હનુમાનજી દાદાના સ્થાપનાના ૨૧માં વર્ષ નિમિત્તે મંગલ પ્રવેશ સાથે ભવ્ય શ્રી રામકથામાં ભાજપ વાંસદા તાલુકાના સંગઠનના ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
શ્રી વડેશ્વર હનુમાનજી દાદાના સ્થાપનાના ૨૧માં વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે પાવન શ્રી રામ કથાનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં મહંત સાધ્વી યશોદા દીદી દ્વારા કથા પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે .
કાર્યક્રમમાં વાંસદા તાલુકાના ભાજપ સંગઠન ઉપપ્રમુખ, ધર્મપ્રેમી અને સનાતન પ્રચારક રાકેશભાઈ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજય મહંત સાધ્વી યશોદા દીદી ના આર્શીવાદ પરિવાર સાથે મેળવ્યા . આયોજક દ્વારા રાકેશભાઈ શર્માનું વિશેષ સન્માન કરાયું હતું . રામભક્ત એવા રાકેશભાઈ શર્માએ શ્રી રામ કથામાં હાજરી આપી આત્મિક આનંદ અને ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. રાકેશ શર્મા એ જણાવ્યું કે સનાતન સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધન સાથે સમાજમાં શાંતિ, ધર્મ અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ પ્રસરાવવાના ઉદ્દેશથી યોજાયેલા રામકથામાં અનેક લોકોએ લાભ લીધો .



