
તા.૨૨.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાના કુંડા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ ડામોર વર્ષ ૨૦૨૦/૨૧ થી આત્મા પ્રોજેક્ટમાં જોડાઇ વિવિધ સ્થળોથી આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ લીધી
વર્ષ ૨૦૨૦-૨૧ થી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રાકેશભાઈ વાર્ષિક ૧ લાખની આવક મેળવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરવાથી માણસ તંદુરસ્ત-સ્વસ્થ રહે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે અને પ્રાકૃતિક રીતે પકવેલા અનાજ ગુણકારી હોય છે.-ડામોર રાકેશભાઈ દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના કુંડા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ ડામોર વર્ષ ૨૦૨૦/૨૧ થી આત્મા પ્રોજેક્ટમાં જોડાઇ વિવિધ સ્થળોથી આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ લીધી હતી. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદાન, મિશ્ર ખેતી આ તમામ આયામોને ધ્યાનમાં રાખીને તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે ખેડૂત રાકેશભાઈ ડામોર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું વર્ષ ૨૦૨૦ ની અંદર આત્મા પ્રોજેક્ટમાં જોડાયો અને પ્રાકૃતિક ખેતી વિશે આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ લઇ સૌ પ્રથમ દાહોદ આત્માની ઓફિસે, ત્યારબાદ તાલુકા પંચાયત સંજેલીમાં બે દિવસની તાલીમ આપવામાં આવી હતી. સાથે પાવાગઢ અને હાલોલ ખાતે આવેલ પ્રાકૃતિક ખેતીના ફાર્મ ની રૂબરૂ મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી માટે બનાવતા જીવામૃત, ઘન-જીવામૃતની તાલીમ આપવામાં આવી હતી. ત્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. તેઓ વધુમાં જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીમાં ચોમાસામાં મકાઈ, સોયાબીન, શિયાળે ચણા, ઘઉં અને ઉનાળે શાકભાજીમાં ગવાર, ભીંડા, ચોળી, દુધી, કારેલા, મરચા, ટામેટા સહિતના શાકભાજીની ખેતી કરું છું. આ ખેતીમાં હું કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી. આ તમામ ખેતીમાં હું માત્ર ગાય આધારિત ગૌમુત્ર અને છાણ દ્વારા તૈયાર થતા જીવામૃત, ઘન-જીવામૃતનો વધારે પડતો ઉપયોગ કરી તેમાંથી ખેતી કરી પાક લઉં છું. જેમાંથી મને વાર્ષિક ૧ લાખની આવક મળે છે. ખેડૂત રાકેશભાઈએ ખેડૂત મિત્રોને રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ ન કરવા અપીલ કરવા સાથે કહ્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાના કારણે મનુષ્યનું આયુષ્ય ઘટતું ગયું છે. નાના-નાના બાળકોને પણ આજે હાર્ટ એટેક, વધુ પડતો થાક લાગવો, યુવાનોને વાયરસ જલ્દીથી લાગી જાય છે. કહેવાનો અર્થ એ જ કે, આજે નાનાં-મોટાં સૌ કોઈની રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે. એનો એક માત્ર ઉપાય એટલે પ્રાકૃતિક ખેતી. જેના થકી માણસ તંદુરસ્ત-સ્વસ્થ રહે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે. પ્રાકૃતિક પદ્ધતિ વડે પકવેલા અનાજ ગુણકારી હોય છે. તેમજ ખેતીના ઉતારામાં પણ કોઇ પ્રકારનો ફર્ક પડતો નથી. જેથી, તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળી ગાય આધારિત ખેતી કરવી જોઈએ




