માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવેલ
19 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં બ્રહ્માકુમારી ભારતીબેન,શાન્તાબેન તેમજ લવજીભાઈ ,ભોગીભાઈ અને રાજપૂત સહાયક કેળવણી મંડળના પ્રમુખશ્રી મદારસિંહ હડિયોલ સાહેબ વગેરે મહેમાનો ઉપસ્થિત રહેલ .શાળાની બાળાઓએ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરેલ ત્યારબાદ સરસ્વતી સંકુલના વડા શ્રી નરેન્દ્રસિંહ દેવડા એ પધારેલ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક પ્રવચન આપેલ .શાળાની બાળાઓએ પુષ્પગુચ્છ આપી મહેમાનોનુ સ્વાગત કરેલ બ્રહ્માકુમારી ભારતીબેને વિદ્યાર્થીઓને મોબાઇલ ના દુરઉપયોગ તેમજ ક્રોધથી દૂર રહેવુ અને રક્ષાબંધન ના મહત્વ અંગે સમજ આપેલ ત્યારબાદ બ્રહ્માકુમારી બહેનો એ શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનોને રાખડી બાંધી મોં મીઠુ કરાવેલ .શાળાની વિદ્યાર્થીની ઓ એ પણ વિદ્યાર્થી ભાઈ ઓને રાખડી બાંધી ભાઈ -બહેન ના પવિત્ર પ્રેમ ના સુંદર ગીતો રજુ કરેલ .શાળાની શિક્ષિકા બહેનો એ શિક્ષકોને રાખડી બાંધેલ. કાર્યક્રમ ના અંતે રાજપૂત કેળવણી સહાયક મંડળના પ્રમુખ શ્રી મદારસિંહ હડિયોલ સાહેબે પ્રાસંગિક ઉદબોધન આપેલ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી જનકભાઈ ચોરાસિયા એ કરેલ અંતે શાળાના સિનિયર શિક્ષક શ્રી કિશોરસિંહ ચાવડા એ આભારવિધી કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ