
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત ૬૯ મા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ ૨૦૨૫-૨૬ અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની સ્પર્ધાનો 23 જુલાઈથી પ્રસાદ વિદ્યા સંકુલ ખાતે શાળાના આચાર્ય વિપુલભાઇ,ટ્રસ્ટીશ્રી નરેન્દ્રભાઈ તેમજ મહેમાનોની ઉપસ્થિતમાં કબડ્ડી રમતથી પ્રારંભ કર્યો હતો.આ સ્પર્ધામાં જુદી જુદી શાળાની અંડર 14,17 અને અંડર-19 ભાઈઓ,બહેનોની કુલ 40 કરતા વધારે ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પી.વી.એમ.ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં જુદા જુદા વય જૂથની 50 કરતાં વધારે ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું. આ સ્પર્ધાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થાના આચાર્ય પવન ગુપ્તા,રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના દિનેશભાઈ મોરી, બી.આર.સી.કોર્ડીનેટર ડૉ.ભરતભાઈ નંદાણીયા, આચાર્ય વર્ષાબેન ભાખર, અગ્રણી વિઠ્ઠલભાઈ ડોબરીયા, સ્પર્ધા કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડૉ.હમીરસિંહ વાળા ,સહ કન્વીનર જે.એસ.ભારવાડીયા, પ્રાથમિક સંઘના વિરમભાઈ ચોચા, રાજુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધાના પ્રારંભે પી.વી.એમ.ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ લાડાણીએ સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી,પવન ગુપ્તાએ ખેલાડીઓને અનુશાસન અને ખેલગીરી પૂર્વક રમવા પ્રેરિત કર્યા હતા, દિનેશભાઈ મોરીએ ખેલાડીઓને પોતાનો લક્ષ્ય નક્કી કરવા ઉત્સાહિત કર્યા હતા,ભરતભાઈ નંદાણીયાએ રમત ગમતને પ્રેરક વાતો કરી હતી જ્યારે ડૉ.હમીરસિંહ વાળાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શિક્ષણ સાથે રમત ગમતને પ્રોત્સાહિત કરતી જુદી જુદી યોજનાઓ તેમજ આ રમતના માધ્યમથી ખેલાડીઓના આઇડેન્ટીફિકેશન અંગે માહિતગાર કર્યા હતા.વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે તાલુકાના વ્યાયામ શિક્ષક હમીરભાઈ બારડ, આર.બી.ચુડાસમા, પી.એન.ભાડજા, ભાવેશભાઈ ઝાલા, સરમણભાઇ વાળા, હિતેશ જોરા, ડી.બી.ડાંગર, નિખિલ કોદાવલા, રવિ વાઢીયા, ભાવસિંહ પરમાર, ટ્રેનર વિજય વાળા, અજમલ ઠાકોર,ભરત ગઢીયા ખેલ સહાયક વિપુલભાઈ રાઠોડ,હિતેશભાઈ હડિયા, પ્રદીપભાઈ કંડોરીયા,કપિલભાઈ જલુ વગેરેએ સેવા આપી હતી. જિલ્લા રમત ગમત અધિકારી ડૉ.મનીષભાઈ જીલડીયાએ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ









